October 26, 2024

યશસ્વી જયસ્વાલે તોડ્યો 45 વર્ષ જૂનો રેકોર્ડ, કોહલીને પણ આ યાદીમાં છોડી દીધો પાછળ

Yashasvi Jaiswal: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પુણેના મેદાન પર રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની 2 મેચમાં ટીમ ઈન્ડિયાના યશસ્વી જયસ્વાલે 77 રનની શાનદાર ઈનિંગ રમી હતી. તેણે 45 વર્ષ જૂનો રેકોર્ડ તોંડી નાંખ્યો છે.

ભારત માટે એક વર્ષમાં ઘરઆંગણે સૌથી વધુ ટેસ્ટ રન બનાવનારા ખેલાડીઓ

  • યશસ્વી જયસ્વાલ – 1056 રન (વર્ષ 2024)
  • ગુંડપ્પા વિશ્વનાથ – 1047 રન (વર્ષ 1979)
  • વિરાટ કોહલી – 964 રન (2016)
  • વિરાટ કોહલી – 898 રન (2017)
  • સુનીલ ગાવસ્કર – 865 રન (વર્ષ 1979)
  • દિલીપ વેંગસરકર – 875 રન (વર્ષ 1987)

આ પણ વાંચો: હાર્યા બાદ પણ કેપ્ટન રોહિતે આ 2 ખેલાડીઓના કર્યા વખાણ

યશસ્વી જયસ્વાલે રેકોર્ડ તોડ્યો
એક વર્ષમાં સૌથી વધુ રન ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયામાંથી યશસ્વી જયસ્વાલે બનાવ્યા છે. આ પહેલા રેકોર્ડ ગુંડપ્પા વિશ્વનાથના નામે હતો. જેણે ઘરઆંગણે 13 ટેસ્ટ મેચ રમી હતી. વર્ષ 1979. 61.58ની એવરેજથી કુલ 1048 રન બનાવવામાં સફળ રહ્યો હતો. હવે જયસ્વાલે તેનો પણ રેકોર્ડ તોંડી નાંખ્યો છે. વર્ષ 2024માં ઘરઆંગણે રમાયેલી ટેસ્ટ મેચોમાં 66ની શાનદાર એવરેજ સાથે 1056 રન બનાવવામાં યશસ્વી સફળ રહ્યો હતો. તેણે 2 સદી અને 7 અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. યશસ્વી જયસ્વાલ આ આંકડામાં હજૂ વધારો કરી શકે છે. કારણ કે ભારતીય ટીમને ન્યુઝીલેન્ડ સામે આ ટેસ્ટ સિરીઝની વધુ એક મેચ રમવાની બાકી છે.