યશ દયાલ IPLમાં હીરો બન્યો, જાણો કેવી રહી અત્યાર સુધીની તેની સફર
IPL 2024: ફાસ્ટ બોલર યશ દયાલનું IPL 2024માં જોરદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. તમને જણાવી દઈએ કે તેણે આ સિઝનમાં પોતાની ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ બની ગયો છે. પરંતુ તેના માટે IPLની સફર ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે.
અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ
યશ દયાલે IPL 2024માં બેંગ્લોર માટે અત્યાર સુધીમાં 10 મેચ રમી છે. આ મેચ દરમિયાન તેણે 10 વિકેટ લીધી છે. મહત્વની વાત એ છે કે IPLની વર્તમાન સિઝનમાં RCBના કોઈ બોલરેયશ દયાલથી વધુ વિકેટ લીધી નથી. IPL 2024માં તેનો ઈકોનોમી રેટ પણ 8.89 છે. જે તેની આઈપીએલ કરિયરમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ છે. તમને જણાવી દઈએ કે IPL 2022ની મેગા ઓક્શનમાં તેને ગુજરાત ટાઇટન્સે રૂપિયા 3.2 કરોડમાં ખરીદ્યો હતો.
આ પણ વાંચો: વિરાટ કોહલી IPLના ઈતિહાસમાં આ સિદ્ધિ મેળવનાર પહેલો ખેલાડી
સિક્સ ફટકારી હતી
IPL 2023ની 13મી મેચમાં ગુજરાત ટાઇટન્સનો સામનો કોલકાતા નાઈટ રાઈડર્સ સામે થયો હતો. આ સમયે યશ દયાલ માટે આ મેચ ખુબ ખરાબ સાહિત થઈ હતી. આ સમયે યશ દયાલ મેચની છેલ્લી ઓવરમાં 28 રનનો બચાવ કરવા માટે આવ્યો હતો. પરંતુ રિંકુએ સતત 5 સિક્સ ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી. ત્યારબાદ તેને ઘણી એવી તકો હતી જે તેને ના મળી. પરંતુ તેની વાપસી થઈ ગઈ કાલની મેચમાં તમામ ક્રિકેટ ચાહકો જોઈને ચોંકી ગયા હતા. તેણે તેની બોલિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ યશના પિતા પણ ફાસ્ટ બોલર હતા અને શરૂઆતના કોચ તેમના પિતા હતા.