December 18, 2024

યાહ્યા સિનવારની ઓળખ કેવી રીતે થઈ?

Yahya Sinwar Eliminated: ઇઝરાયલ હમાસના ચીફ યાહ્યા સિનવારને મારી નાખવામાં આવ્યો છે. ઇઝરાયલના અધિકારીઓ આ વિશે માહિતી આપી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે યાહ્યા સિનવારનું દક્ષિણ ગાઝામાં ગોળીબાર દરમિયાન મોત થયું છે.

આ રીતે યાહ્યા સિનવારની ઓળખ થઈ
યાહ્યા સિનવારની ઓળખ કઈ રીતે થઈ તે વિશે સવાલ કરવામાં આવ્યા હતા. જેના જવાબમાં ઇઝરાયલની સેનાએ કહ્યું કે દાંતના સેમ્પલ, ફિંગરપ્રિન્ટ અને ડીએનએ ટેસ્ટિંગ દ્વારા તેમના મોતની પુષ્ટિ થઈ છે. આ સાથે તેમના શરીરના સેમ્પલના ફોટોગ્રાફ પણ લેવામાં આવ્યા છે. ઇઝરાયલની ફોરેન્સિક મેડિસિન સંસ્થાએ તેમના ડેટાબેઝમાં ઉપલબ્ધ સિનવારના ડેટા સાથે આ નમૂનાઓની તુલના કરી. ડેટા મેચ કર્યા પછી, સિનવારના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે.

આ પણ વાંચો: લોરેન્સ બિશ્નોઈના નામે સલમાનને મળી ધમકી – 5 કરોડ ચૂકવવા પડશે

મોત આકસ્મિક રીતે થયું હતું
ઇઝરાયલના કાન રેડિયોએ જણાવ્યું હતું કે, યાહ્યા સિનવારનું સંયોગથી મોત થયું હતું, ગુપ્તચર કામગીરીના ભાગરૂપે નહીં. એક અહેવાલ મુજબ, રેડિયો સ્ટેશને એમ પણ કહ્યું કે, જ્યાંથી મૃતદેહ મળી આવ્યા હતા ત્યાંથી રોકડ અને નકલી આઈડી મળી આવ્યા હતા. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે ગુરુવારે જાહેરાત કરી હતી કે, યાહ્યા સિનવારને તેના સૈનિકોએ એક દિવસ પહેલા દક્ષિણ ગાઝામાં માર્યો હતો. અહીં રસપ્રદ વાત એ છે કે, યાહ્યા સિનવારની હત્યા મોસાદ દ્વારા નહીં, પરંતુ ગાઝામાં લાંબા સમયથી હાજર રહેલા ઇઝરાયલના સૈનિકોએ કરી હતી.