December 19, 2024

Xiaomi લાવશે હોળી ઉપર સ્માર્ટ વોટર ‘પિચકારી’

અમદાવાદ: આજના સમયમાં ટેકનોલોજી રોજ નવું સરપ્રાઈઝ આપે છે. ત્યારે Xiaomi પણ થોડા જ દિવસમાં હોળીમાં સરપ્રાઈઝ આપવા જઈ રહી છે. તમને પણ કંઈક નવું ગેજેટ તમને જોવા મળશે. જાણો આ ગેજેટ વિશે અને કેવું હશે આ ગેજેટ.

ડેટ જાહેર કરાઈ
હોળી થોડા જ દિવસમાં આવી રહી છે. આ પહેલા Xiaomiએ એક મોટું સરપ્રાઈઝ આપશે. જેનો ઉપયોગ તમે હોળીના સમયે કરી શકો છો અને તમારી હોળીને બનાવશે ખાસ. Xiaomi માર્કેટિંગ અધિકારીએ X ઉપર આ માહિતીને શેર કરી છે. જેમાં Mijia Pulse Water Gunની ઝલક આપી છે અને તેના વિશે માહિતી આપી છે. ખાસ વાત એ છે કે હજૂ સુધી આ વોટર ગનની ભારતમાં રિલીઝને લઈને ડેટ જાહેર કરાઈ નથી. પરંતુ જે ટીઝર જોવા મળી રહ્યું છે તે જોઈને એવું લાગે છે કે હોળીના સમયે તેને લોન્ચ કરવામાં આવી શકે છે.

સુપરહીરો ગેજેટ
કંપની દ્વારા શેર કરવામાં આવેલ વીડિયોને જોઈને તો તમારૂ મન મોહી જશે. તમને જોતો જ લાગશે કે આ ગન કોઈ સુપરહીરોથી કમ નથી. ખાસ વાત એ છે કે આ ગનમાં વોટર શૂટિંગની સાથે લાઇટિંગ ઇફેક્ટ પણ આપવામાં આવી છે. ખાસ વાત એ છે કે તેને પાણીમાં નાંખવામાં આવતા કે તે માત્ર 10-15 સેકન્ડમાં તેની અંદર પાણી જમા થઈ જાય છે. આ ગન ત્રણ ફાયરિંગ મોડ ધરાવે છે.

લોન્ચ કરી શકે છે
મેજિયાની આ વોટર ગન ત્રણ ફાયરિંગ મોડ ધરાવે છે. પરંતુ તમને જણાવી દઈએ કે તે માત્ર રમતનું ગેજેટ નથી. તેની સાથે દબાણ અને ફલોરની સફાઈ માટે પણ કરવામાં આવે છે. આ વોટર ગન 7-9 મીટર સુધીની રેન્જ સાથે આવે છે. જેમાંથી તમે એક સેકન્ડમાં તેમાંથી 25 વોટર શોટ કાઢી શકો છો. હાલમાં આ ગન ભારતમાં નથી. હાલ આ દન ચીનમાં રજૂ કરવામાં આવી છે. ભારતમાં કયારે તે લોન્ચ થશે તેવી માહિતી કોઈ સત્તાવર રીતે આપવામાં આવી નથી. પરંતુ કહેવામાં આવી રહ્યું કે હોળીના સમયે આ ગેજેટ લોન્ચ થઈ શકે છે.