મોબાઈલ બનાવતી કંપનીએ EV બનાવ્યું, 2 સેકન્ડમાં 100 પર સ્પીડ!

અમદાવાદ: Xiaomiએ તેની પ્રથમ ઇલેક્ટ્રિક SU7 કારને લોન્ચ કરી છે. અત્યાર સુધીમાં Xiaomi પોતાના મોબાઈલ માટે પ્રખ્યાત હતી. પરંતુ હવે ઓટો સેક્ટરમાં પણ એન્ટ્રી લઈ લીધી છે.
સામનો કરવો પડશે
ચીનની અગ્રણી ટેક કંપની Xiaomiએ તેની પ્રથમ ઇલેક્ટ્રિક કાર SU7 લોન્ચ કરી દીધી હતી. આ કારની કિંમત 24.90 લાખ રૂપિયા છે. તો પણ તેની કિંમત ચીનમાં Tesla Model 3 કરતાં ઓછી છે. કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે આ કારની વહેંચણી આજ મહિનાથી કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે આ SU7ના આવવાના કારણે માર્કેટમાં રહેલી બીજી અન્ય કંપનીઓને સખત સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે.
આ પણ વાંચો: ઉનાળામાં ઈલેક્ટ્રિક કારની રેન્જ વધારવા ઈચ્છો છો?
અંતર કાપશે
એક જ ચાર્જમાં આ કાર 700 કિલોમીટરનું અંતર કાપશે. Xiaomiના ચેરમેન માહિતી આપતા જણાવ્યું કે આ કારમાં તમામ નવીન સુવિધાઓ આપવામાં આવી છે. જેમાં ડિઝાઈન, બેટરી હોય કે પછી બોડી સ્ટ્રક્ચર તમામ અલગ અને ખાસ બનાવવામાં આવ્યું છે. મે મહિનામાં 10 શહેરોમાં આ કારને લોન્ચ કરવામાં આવશે. ત્યાર બાદ ઓગસ્ટ મહિનામાં સમગ્ર ચિનમાં આ કારને લોન્ચ કરવામાં આવશે.
2.78 સેકન્ડમાં 0-100 કિમી પ્રતિ કલાકની સ્પીડ
આ મોડલ માત્ર 2.78 સેકન્ડમાં 0-100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડે છે. એક વખત ચાર્જ કર્યા બાદ 810 કિમી સુધીની મસ્ત રેન્જ આપે છે. આ ઉપરાંત વાહનમાં ડ્યુલ મોટર, ફોર વ્હીલ ડ્રાઈવ પાવરટ્રેનથી લેસ ફાઉન્ડર્સ એડિશન. આશરે 986BHPનો ટોર્ક પાવર આપે છે. ગણતરીની સેકન્ડ 100ની સ્પીડ પકડે ત્યારે આંખ સામેથી જાણે ફાયર બુલેટ પસાર થઈ હોય એવી ફીલ આવે. જ્યારે ચલાવનારાને અનોખો રોમાંચ આપે છે. SU7 પોતાની ઈનોવેટિવ 486V અને 871V આર્કિટેક્ચરને કારણે અલ્ટ્રા ફાસ્ટ ચાર્જિંગ સિસ્ટમને સપોર્ટ કરે છે. કંપની દાવે કરે છે કે, 15 મિનિટ સુધી ચાર્જિંગ સાથે વાહન 350 કિમી અને 510થી વધારે કિમીનું અંતર કાપી શકે છે.
4 મોડલમાં પ્રાપ્ય
SU7 ચાર વેરિઅન્ટમાં પ્રાપ્ય થશે. એન્ટ્રી-લેવલ એડિશન, પ્રો વેરિઅન્ટ, મેક્સ એડિશન અને લિમિટેડ ફાઉન્ડર્સ એડિશન. 4 ડોરની સેડાન ડિઝાઇન સાથે, SU7 4,997 mm લંબાઈ, 1,963 mm પહોળાઈ અને 1,455 mm ઊંચાઈ ધરાવે છે, જેમાં 3,000 mm વ્હીલબેસ છે અને તમામ વેરિઅન્ટ્સ 19-ઇંચના મિશેલિન એલોય વ્હીલ્સ પર એક્ટિવ કરાયા છે. પર્ફોમન્સની વાત કરીએ તો કંપનીએ કહ્યું છે કે, ટોપ-એન્ડ મેક્સ વેરિઅન્ટ 265 kmphની ટોપ સ્પીડ સુધી દોડી શકે એમ છે.