December 19, 2024

એક્સ પર આવ્યું સ્પેશિયલ ફીચર, યૂઝર્સને આવશે મજા

અમદાવાદ: એક્સ તેના યુઝર્સ માટે નવા નવા અપડેટ્સ લાવતું રહે છે. ફરી એક વખત સ્પેશિયલ ફીચર આવ્યું છે. જાણો શું લઈને આવ્યું એક્સ નવું ફીચર.જેના કારણે તમને પડી જશે હવે મજા.

પોસ્ટ કરી શકશે
X પોતાના નવા અપડેટ્સ સાથે આવી ગયું છે. હવે X (Twitter) યુઝર્સ હવે ફેસબુકની જેમ લાંબી પોસ્ટ કરી શકાશે. ઈલોન મસ્ક તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી આ આર્ટિકલ્સ ફીચરની જાહેરાત કરી છે. હાલ ઘણા વપરાશકર્તાઓ માટે લાવવામાં આ સુવિધા શરૂ કરવામાં આવી હતી. વપરાશકર્તાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાંબી પોસ્ટ્સ પોસ્ટ કરવાનું પસંદ કરતા હોય છે. જેના કારણે એક્સે પોતાનું નવું અપડેટ્સ લાવ્યું છે.

ફીચર રોલઆઉટ કરવામાં આવ્યું

ઈલોન મસ્કટ્વિટરને ખરીદ્યું ત્યારથી જ આ ફીચરનું કામ ચાલી રહ્યું છે. જો કે ઈલોન મસ્ક આવ્યા બાદ એક્સમાં ઘણા બદલાવ કરવામાં આવ્યા છે. સૌથી પહેલા પ્રથમ પોસ્ટની અક્ષર મર્યાદાને વધારી દેવામાં આવી હતી. તમને જણાવી આ ફીચર માટે તમારી પાસે વેરિફાઈડ અથવા પ્રીમિયમ સબસ્ક્રિપ્શન હોવું જરૂરી છે. થોડા જ દિવસમાં આ ફીચર તમને વેબ યુઝર્સને આ ફિચર સાઈડબારમાં આર્ટિકલ્સના નામથી જોવા મળશે. જેના પર ક્લિક કરવાથી તમને આ સેવા મળી રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે આ Xનું આ ફીચર બ્લોગપોસ્ટ જેવું દેખાશે.

X સાથે પેમેન્ટ  
ઈલોન મસ્ક માહિતી આપતા કહ્યું કે ટૂંક સમયમાં જ યુઝર્સ X એપ દ્વારા પેમેન્ટ તમે કરી શકો છો. Xને મની ટ્રાન્સફરની સુવિધા માટે લાયસન્સ મળી ગયું છે. થોડા દિવસે પહેલા એ માહિતી પણ સામે આવી હતી જેમાં Gmail સાથે સ્પર્ધામાં Xmail લોન્ચ કરવામાં આવી શકે છે.