WPL 2025: ગુજરાત જાયન્ટ્સ ટીમના કેપ્ટને તોડ્યો દીપ્તિ શર્માનો આ રેકોર્ડ

WPL 2025: મહિલા પ્રીમિયર લીગની ત્રીજી મેચમાં એશ્લે ગાર્ડનરે જોરદાર પ્રદર્શન કર્યું હતું. UP વોરિયર્સ સામે તેનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. અડધી સદી ફટકારી અને 2 વિકેટ પણ લીધી હતી.
આ પણ વાંચો: IPL રસિયાઓની આતુરતાનો આવ્યો અંત, શેડ્યૂલ જાહેર
બીજી મેચમાં શાનદાર વાપસી કરી
મહિલા પ્રીમિયર લીગની ત્રીજી સીઝનમાં ગુજરાત જાયન્ટ્સ ટીમને તેની પહેલી મેચમાં હાર મળી હતી. જોકે બીજી મેચમાં શાનદાર વાપસી કરી હતી અને 6 વિકેટે જીત પ્રાપ્ત કરી હતી. એશ્લે ગાર્ડનર પહેલી વખત ગુજરાતની ટીમની કેપ્ટનશીપ કરી રહી છે. બેટિંગની સાથે બોલિંગમાં પણ તેનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. તેણે 32 બોલમાં 52 રનની શાનદાર ઇનિંગ્સ રમી અને 2 વિકેટ પણ લીધી હતી. ગાર્ડનર હવે WPL ઇતિહાસમાં એક મેચમાં 2 કે તેથી વધુ વિકેટ અને 50થી વધુ રન બનાવનાર ખેલાડી બની ગઈ છે. આ પહેલા આ રેકોર્ડ દીપ્તિ શર્માના નામે હતો. દીપ્તિ શર્માએ 2 વાર આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.