વડોદરાના સમા ઐયપા ખાતે આવેલી સમરસ હોસ્ટેલના જમવામાં નીકળ્યા કીડા

વડોદરા: વડોદરાના સમા ઐયપા ખાતે આવેલી સમરસ હોસ્ટેલના જમવામાં કીડા નીકળ્યા હતા. સમરસ હોસ્ટેલમાં ખોરાકમાં વારંવાર જીવજંતુઓ નીકળતા હોવાનો વિધાર્થીઓએ આક્ષેપ લગાવ્યો છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ એક્શન લેવામાં આવતી નથી.
હોસ્ટેલના વિદ્યાર્થી જમવા બેઠા તે સમયે જ કીડો નીકળતા વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા હતા. વિદ્યાર્થીઓએ જમવાનો બહિષ્કાર કરી વિરોધ પ્રદર્શન કરવા માટે હોસ્ટેલમાં એકત્ર થયા હતા. સમરસ હોસ્ટેલમાં 400થી વધુ વિધાર્થીઓ રહે છે. આ સાથે છેલ્લા એક મહિનાથી પાણી પણ સમયસર ના આવતું હોવાના વિધાર્થીઓએ આક્ષેપ લગાવ્યા હતા.