September 20, 2024

એક લેપટોપમાં બે સ્ક્રિન, હવે રોટેટ કરવામાંથી મુક્તિ મળશે

Acemagic X1 રજૂ કરવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે આ દુનિયાનું પહેલું લેપટોપ છે જે ડ્યુઅલ સ્ક્રીન સાથે આવે છે. આ સ્ક્રીન 360 ડિગ્રી હોરીઝોન્ટલ ફોલ્ડ ફીચર સાથે આવે છે. મતલબ કે યુઝર્સને એક લેપટોપ મળશે જેમાં સાઇડ બાય સાઇડ ડ્યુઅલ સ્ક્રીનની સુવિધા હશે.એક રીતે તેને ફ્લિપ સ્ક્રીન પણ કહી શકાય. યુઝર્સ તેમની જરૂરિયાત મુજબ તેને સેટ કરી શકે છે. જો યુઝર્સ તેને સાઇડ બાય સાઇડ ડિસ્પ્લે તરીકે ઉપયોગ કરવા માંગતા હોય, તો તેનો ઉપયોગ કરવો પણ સરળ છે. તેમાં ખાસ મોડ છે તેમાં બેક ટુ બેક મોડ પણ છે, જેની મદદથી તમે તમારી સામે બેઠેલા વ્યક્તિને લેપટોપની સ્ક્રીન બતાવી શકો છો. તે સ્ક્રીન પ્રેઝન્ટેશન, રમતો રમવા અને મૂવી જોવા વગેરેમાં ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.

ઉપયોગી સાબિત થઈ શકે
જો કે માર્કેટમાં ઘણા બધા ડ્યુઅલ સ્ક્રીન લેપટોપ ફીચર્સ સાથે આવે છે, પરંતુ તે લેપટોપમાં સમાન સાઈઝની સ્ક્રીન જોવા મળતી નથી.આવી સ્થિતિમાં આ લેપટોપ ઘણી રીતે ઉપયોગી સાબિત થઈ શકે છે. આ લેપટોપમાં 12th જનરેશન ઈન્ટેલ કોર i7-1255U પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. Acemagic X1 પાસે બે 14-ઇંચની ફુલએચડી સ્ક્રીન છે. આ લેપટોપ 16GB ડ્યુઅલ ચેનલ DDR4 રેમ અને 1TB SSD સ્ટોરેજ સાથે આવે છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો, આ લેપટોપમાં બે USB Type-C, એક USB 3.0 Type-A અને એક HDMI 2.0 પોર્ટ છે, આ લેપટોપને બે USB-C પોર્ટમાંથી એકની મદદથી ચાર્જ કરી શકાય છે. આ લેપટોપ Wi-Fi 6, બ્લૂટૂથ 5.2 સપોર્ટ સાથે આવે છે.

આ પણ વાંચો: Netflixએ આપ્યો મોટો ઝટકો, આ સુવિધા માટે વધુ પૈસા ચૂકવવા પડશે

લોપટોપ આશીર્વાદ સમાન
ખાસ કરીને જે લોકો માર્કેટિંગ અને સ્ક્રિનિંગ પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે એ લોકો માટે આ લેપટોપ આશીર્વાદ સમાન છે. બસ થોડું સ્ક્રિનનું ધ્યાન રાખવું પડશે. કંપનીએ પણ સ્ક્રિનને લીઈને થોડા મેન્યુઅલ જાહેર કરી શકે છે. પણ ટેકનોલોજીની દુનિયામાં આ લેપટોપથી સ્ક્રિન શેરિંગનો ઓપ્શન થોડો હળવો થઈ જશે એ નક્કી છે. આ પહેલા જ્યારે 360 ડિગ્રી ફરતી સ્ક્રિન આવી એ સમયે થોડું આશ્ચર્ય પણ થયેલું. પણ આ વખતે તો સ્ક્રિન શેરિંગથી ઘણા પ્રોબ્લેમ સોલ્બ થઈ જશે એવું ટેકનોલોજીના નિષ્ણાંતો માની રહ્યા છે.