December 26, 2024

વૈજ્ઞાનિકે બનાવ્યું વિશ્વનું પ્રથમ AI ‘ચાઇલ્ડ’

અમદાવાદ: આજના સમયમાં ટેકનોલોજીમાં સતત અપડેટ આવી રહ્યા છે. ત્યારે તમને જાણીને નવાઈ લાગશે પરંતુ વૈજ્ઞાનિકે વિશ્વનું પ્રથમ AI ચાઈલ્ડ બનાવ્યું છે. તમને આ સાંભળીને તમને ભરોસો તો નહીં આવતો હોય કે આ હકીકત છે.

ટેક્નોલોજી ક્ષેત્રમાં ચમત્કારો
વૈજ્ઞાનિકે વિશ્વનું પ્રથમ AI ચાઈલ્ડ બનાવ્યું છે. તે મનુષ્યની જેમ જ કાર્ય કરી શકે છે. તેની આસપાસ બનતી ઘટનાઓને તે સમજી શકે છે અને તે પોતાની લાગણીઓ પણ વ્યક્ત કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે આગામી સમયમાં તે વધુ અપડેટ સાથે આવી શકે છે. જેના કારણે એવું પણ બની શકે છે કે માનવ વસ્તી વચ્ચે AIની વસ્તી બની જાય.

નાની છોકરી
ChatGPT, Gemini AI જેવા જનરેટિવ AI ટૂલ્સ પછી, Microsoft Co-Pilot હવે વિશ્વની પ્રથમ AI ચાઈલ્ડ બનાવ્યું છે. ચીની સંશોધકોએ આ AI બાળકનું નામ ટોંગ ટોંગ રાખ્યું છે, જેનો અર્થ થાય છે “નાની છોકરી”. તેને કોઈ પણ સવાલ કરવામાં આવે તો તે જવાબ ઝડપથી આપી શકે છે.આ AI ચાઈલ્ડ 3 થી 4 વર્ષના બાળકની જેમ કામ કરે છે અને વાત કરે છે. આ બાળક ધીમે ધીમે લર્નિંગ દ્વારા નવા શબ્દો શીખી રહ્યું છે.

માણસો જેવી સામાન્ય સમજ
તેને બનાવનાર વિજ્ઞાનીકનું કહેવું છે કે ટોંગ ટોંગમાં સામાન્ય જ્ઞાન એટલે કે માણસોની જેમ વ્યવહારુ જ્ઞાન મેળવવાની ક્ષમતા પણ છે. આ AI ચાઈલ્ડ બનાવવા માટે, વૈજ્ઞાનિકોએ મશીન લર્નિંગને કુદરતી ભાષાની પ્રક્રિયા સાથે જોડ્યું છે. માનવ બાળકોની જેમ પડે છે અને ઊભું થાય છે, રડે છે અને પોતાની લાગણીઓ પણ વ્યક્ત કરે છે.