World Happiness Report: ફિનલેન્ડ વિશ્વનો સૌથી ખુશહાલ દેશ, ભારત 118મા ક્રમે તો પાકિસ્તાન 109મો સૌથી સુખી દેશ

World Happiness Report:ઓક્સફર્ડ યુનિવર્સિટીના વેલબીઇંગ રિસર્ચ સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલ રિપોટ પ્રમાણે ફિનલેન્ડને સતત આઠમી વખત વિશ્વનો સૌથી ખુશ દેશ ગણવામાં આવ્યો છે. ભારત, પાકિસ્તાન અને અમેરિકા અંગેના રિપોર્ટમાં શું છે આવો જાણીએ.

વિશ્વના 20 સૌથી ખુશ દેશો
ફિનલેન્ડ
ડેનમાર્ક
આઇસલેન્ડ
સ્વીડન
નેધરલેન્ડ
કોસ્ટા રિકા
નોર્વે
ઇઝરાયલ
લક્ઝમબર્ગ
મેક્સિકો
ઓસ્ટ્રેલિયા
ન્યુઝીલેન્ડ
સ્વિટ્ઝર્લૅન્ડ
બેલ્જિયમ
આયર્લેન્ડ
લિથુઆનિયા
ઑસ્ટ્રિયા
કેનેડા
સ્લોવેનિયા
રિપબ્લિકા ચેકા

આ પણ વાંચો: સોનાનો ભાવ 1 લાખ રૂપિયાનો આંકડો ક્યારે પાર કરશે?

ભારતનું સ્થાન કેટલામું
ફિનલેન્ડ સતત આઠમી વખત વિશ્વનો સૌથી ખુશ દેશ બન્યો છે. 147 દેશોના આ રેન્કિંગમાં ભારતનું સ્થાન118મું સ્થાન મેળવ્યું છે. ગયા વર્ષેની વાત કરવામાં આવે તો ભારત આ રેન્કિંગમાં123માં સ્થાન પર હતું. ચોંકાવનારી વાત તો એ છે કે પાકિસ્તાને આ યાદીમાં ભારતને પાછળ છોડી દીધું છે. કારણ કે પાકિસ્તાનનો ક્રમાંક 109માં અને ભારતે 118મું સ્થાન મેળવ્યું છે. રિપોટ પ્રમાણે પાકિસ્તાન ભારત કરતા વધારે ખુશ દેશ છે. અફઘાનિસ્તાન ફરી એકવાર યાદીમાં સૌથી નીચે છે.