December 17, 2024

ભારતને વર્લ્ડ કપ જીતાડનાર પાકિસ્તાનનો મુખ્ય કોચ બન્યો

Sports News: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડએ આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ સમયે ટીમના મર્યાદિત ઓવરોના ફોર્મેટ અને ટેસ્ટ ફોર્મેટ માટે બે વિદેશી મુખ્ય કોચના નામ જાહેર કરવામાં આવ્યા હતા. ભારતને વર્લ્ડ કપ જીતાડનાર પાકિસ્તાનનો મુખ્ય કોચ બનાવવામાં આવ્યો છે.

જવાબદારી સોંપવામાં આવી
PCBએ દક્ષિણ આફ્રિકાની ટીમના ભૂતપૂર્વ ખેલાડી ગેરી કર્સ્ટનને મર્યાદિત ઓવરોના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પાકિસ્તાન ટીમના પૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી અઝહર મહમૂદ બંને ફોર્મેટમાં સહાયક કોચની ભૂમિકા ભજવતા હવે તમને જોવા મળશે. ટેસ્ટ ફોર્મેટ માટે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઝડપી બોલર જેસન ગિલેસ્પીને જવાબદારી સોંપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે 2011માં જ્યારે ભારતીય ટીમે ICC ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો ત્યારે ગેરી કર્સ્ટન મુખ્ય કોચની ભૂમિકામાં હતા.

આ પણ વાંચો:  IPL 2024: ધ્રુવ જુરેલે પરિવાર સાથે તેની પ્રથમ IPL ફિફ્ટી સેલિબ્રેટ કરી

 

ગુજરાત ટાઇટન્સનો હિસ્સો
હાલની કર્સ્ટનની વાત કરવામાં આવે તો તેઓ હાલ IPLની 17મી સિઝનમાં ગુજરાત ટાઇટન્સ ટીમના કોચિંગ સ્ટાફનો હિસ્સો છે. IPL 2024 પુર્ણ થતાની સાથે જ તે પાકિસ્તાની ટીમ સાથે જોડાઈ શકશે. 1 જૂનથી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનારા ICC T20 વર્લ્ડ કપથી પોતાનો કાર્યકાળની શરૂઆત કરવામાં આવશે. 1 જૂનથી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનારા ICC T20 વર્લ્ડ કપથી તેમનો કાર્યકાળ શરૂ કરશે.

પહેલીવાર આ જવાબદારી
જેસન ગિલેસ્પી પહેલીવાર આંતરરાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચની જવાબદારી સંભાળવાના છે. 2011 માં ગેરી કર્સ્ટન કોચ તરીકે, એમએસ ધોનીની આગેવાની હેઠળની ભારતીય ટીમે 28 વર્ષ પછી વર્લ્ડ કપ જીત્યો હતો. વર્લ્ડ કપની સાથે ODI રેન્કિંગમાં પણ ટોચ પર રહ્યું હતું. હાલ તેમની ઉંમર 56 વર્ષની છે. ચાલી રહેલી IPL 2024 માં ગુજરાત ટાઇટન્સના માર્ગદર્શક અને બેટિંગ કોચની ભૂમિકા ભજવી રહ્યા છે.