T20 World Cup: હવે ક્યારે મેદાન પર જોવા મળશે રોહિત-કોહલીની જોડી?
T20 World Cupની ફાઇનલ મેચ બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ આ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. તેમના ચાહકોમાં હવે સવાલ એ છે કે આ બંને ખેલાડીઓ હવે ફરી કયારે જોવા મળશે.
વર્લ્ડ કપ જીતની ઉજવણી પૂરી
ભારતીય ટીમની T20 વર્લ્ડ કપ જીતની ઉજવણી પૂરી થઈ ગઈ છે. આ ફોર્મેટમાં યુવા બ્રિગેડ હવે ઝિમ્બાબ્વે સામે ટકરાવાના છે. વિરાટ અને રોહિતે T20 વર્લ્ડ કપ બાદ આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. હવે સવાલ એ છે કે આ બંને ખેલાડીઓ ફરી મેદાનમાં કયારે જોવા મળશે. ભારતીય ક્રિકેટ ટીમ ઝિમ્બાબ્વે સામેની ટી-20 શ્રેણી બાદ શ્રીલંકા જશે. આ બંને ટીમ વચ્ચે ત્રણ T20 અને ત્રણ ODI મેચ રમાશે તે લગભગ નિશ્ચિત છે. પરંતુ આ મેચ માટે રોહિત અને વિરાટ નહીં જાય.
આ પણ વાંચો: દીકરાને જોવા દર્દ ભૂલી માતા, રોહિતની મમ્મીએ કપાળે કર્યું ‘ચુંબનતિલક’
લગભગ 40 દિવસનો વિરામ રહેશે
ભારતીય ટીમ શ્રેણીના પ્રવાસમાં તેની છેલ્લી મેચ 7મી ઓગસ્ટના રમશે.આ પછી ટીમ લગભગ 40 દિવસ માટે બ્રેક પર રહેશે. ફરી એક વાર રોહિત અને વિરાટ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં એકસાથે મેદાન પર જોવા મળી શકે છે. આ શ્રેણીની શરૂઆત 19 સપ્ટેમ્બરથી થવાની છે. રોહિત શર્મા ડિસેમ્બરથી સતત રમી રહ્યો છે. રોહિત ઈન્ટરનેશનલ તેમજ આઈપીએલની તમામ મેચ રમી ચૂક્યો છે. વિરાટ કોહલીએ જાન્યુઆરીમાં અફઘાનિસ્તાન સામેની T20 શ્રેણી બાદ આરામ કર્યો હતો. એ પછી તે માર્ચમાં સીધો મેદાન પર જોવા મળ્યો હતો. આ સાથે તેના ઘરે પુત્રના જન્મને કારણે વિરાટે લગભગ બે મહિના માટે ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો.