November 25, 2024

World Brain Day 2024: દેશના યુવાનોમાં વધી રહ્યા છે બ્રેઇન સ્ટ્રોકના કેસ

World Brain Day 2024:  આમ દરરોજ સામે મળતા લોકો પૂછતા હોય છે કે, કેમ છે? મનથી મજામાં ન હોવા છતાં આપણે સૌ કહી છીએ કે, જલસા, મોજ, આનંદ, મજા. ખરેખર એવું હોતું નથી. આવી સ્થિતિને પારખીને જ નિષ્ણાંતોએ વર્લ્ડ બ્રેઈન ડે પર ફોક્સ કર્યું હશે. દર વર્ષે 22 જુલાઈના દિવસે વર્લ્ડ બ્રેઈન ડે ઉજવવામાં આવે છે. સતત અને સખત રીતે બદલી રહેલા હાલાતને ધ્યાને લઈને હેલ્થ એક્સપર્ટે જણાવ્યું હતું કે, આજની ભાગદોડ ભરેલી જીંદગીમાં યોગ્ય ડાયેટ અને કસરસ સાથે જીવન જીવવું જોઈએ. ચિંતાનો મુદ્દો એ છે કે, આપણા દેશમાં પણ બ્રેઈન સ્ટ્રોકના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.

ખાસ દિવસની ઉજાણી
જાગરૂકતા વધારવા અને મગજના સ્વાસ્થ્યના નિર્ણાયક પાસાઓ પર પ્રકાશ પાડવા માટે દર વર્ષે 22 જુલાઈએ વિશ્વ મગજ દિવસ મનાવવામાં આવે છે. આ વર્ષની થીમ છે ‘બ્રેઈન હેલ્થ એન્ડ પ્રિવેન્શન’. ન્યુરોલોજીકલ ડિસઓર્ડરમાં સ્ટ્રોક, માથાનો દુખાવો, વાઈ, મગજનો લકવો, અલ્ઝાઈમર રોગ અને અન્ય ડિમેન્શિયા, મગજ અને ચેતાતંત્રનું કેન્સર, પાર્કિન્સન રોગ, મલ્ટીપલ સ્ક્લેરોસિસ, મોટર ન્યુરોન રોગો અને અન્ય ન્યુરોલોજીકલ વિકૃતિઓનો સમાવેશ થાય છે. જેનાથી માનસિક હાલત ડામાડોળ થઈ જાય છે.

આ પણ વાંચો: હવે નાની ઉંમરમાં જ કેમ છોકરીઓને શરૂ થઈ જાય છે Periods?

ચિંતાજનક પરિણામ
છેલ્લાં પાંચ વર્ષમાં કેસોમાં 25 ટકાના વધારા સાથે ભારતમાં યુવા વસ્તીમાં બ્રેઈન સ્ટ્રોકમાં ચિંતાજનક વધારો થયો છે. આ વધારો મુખ્યત્વે 25-40 વર્ષની વયના લોકોમાં જોવા મળે છે. આ પાછળનું એક કારણ એ પણ માનવામાં આવે છે કે, બેઠાડુ જીવનશૈલી, ગરીબ આહારની આદતો, ધૂમ્રપાન અને શહેરી જીવન સાથે સંકળાયેલ હાઈ સ્ટ્રેસ ઈશ્યું. આવું હેલ્થ એક્સપર્ટ ડૉ વિક્રમ હુડેડ (એચઓડી અને ડિરેક્ટર અને ક્લિનિકલ લીડ, ઇન્ટરવેન્શનલ ન્યુરોલોજી, નારાયણ હેલ્થ) જણાવે છે. ડૉક્ટરે જોખમો વધાવામાં હાઈપરટેન્શન અને ડાયાબિટીસના વ્યાપ પર પણ ધ્યાન દોર્યું છે. આ ઉપરાંત જીનેટિક મુદ્દો, ઊંઘ સંબંધીત સમસ્યા, અથવા નિદાન ન કરાયેલ હૃદયની સ્થિતિ, સ્ટ્રેલ લેવલ અને પ્રદૂષણ જેવા પર્યાવરણીય પરિબળો પણ ચિંતાજનક છે.

સ્ટ્રેસ મેનેજમેન્ટ અનિવાર્ય
આ જોખમોને ટાળવા માટે યુવાનોએ તંદુરસ્ત જીવનશૈલી અપનાવવી, નિયમિત શારીરિક પ્રવૃત્તિ કરવી અને સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવું અનિવાર્ય છે. જીવનશૈલમાં ફેરફાર કરવો હાલના સમયમાં અનિવાર્ય હોવાની સાથે અઘરૂ છે. પણ સતત બદલતા માનસિક હાલાત સામે શરીરને ટકાવી રાખવા થોડી કસરત અનિવાર્ય છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના અંદાજ મુજબ, ભારતમાં રોગના કુલ બોજમાં ન્યુરોલોજીકલ ડિસઓર્ડરનું યોગદાન 10 ટકા છે. દેશમાં વધતો બોજ મુખ્યત્વે વૃદ્ધ વસ્તીને આભારી છે. આ વધતી ઉંમર સાથે, ખાસ કરીને 50 વર્ષ પછી, મગજમાં ઓછા ડોપામાઇન સ્ત્રાવને કારણે મગજના એરિયામાં ન્યુરોડિજનરેટિવ ફેરફારો થાય છે એવું ઈન્ડિયન સ્પાઇનલ ઈન્જરીઝ સેન્ટર, નવી દિલ્હીના ન્યુરોલોજીના ડિરેક્ટર અને ચીફ ડૉ. એકે સહાનીએ જણાવ્યું હતું.