October 10, 2024

પિતાનું નિધન થતા ટુર્નામેન્ટ છોડી વતન પહોંચી ક્રિકેટર

Fatima Sana Pakistan: T20 વર્લ્ડ કપ 2024 UAEમાં રમાઈ રહ્યો છે. આ વચ્ચે પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સના મહિલા T20 વર્લ્ડ કપ 2024 છોડીને સ્વદેશ પરત ફરી છે. ફાતિમા સનાના પિતાનું નિધન થયું છે. તે મહિલા T20 વર્લ્ડ કપ 2024 માટે UAEમાં હતી. પરંતુ હવે તે પોતાના ઘરે કરાચી પહોંચી હતી.

ફાતિમાના પિતાનું અવસાન
પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સના મહિલા T20 વર્લ્ડ કપ 2024 છોડીને સ્વદેશ પરત ફરી ગઈ છે. ફાતિમાના પિતાનું અવસાન થયું છે. સમાચાર મળતાની સાથે જ તે કરાચી જવા માટે UAE રવાના થઈ ગઈ છે. તમને જણાવી દઈએ ભારત સામેની મેચમાં પાકિસ્તાનની ટીમને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. હવે પાકિસ્તાનની ટીમનો મુકાબલો ઓસ્ટ્રેલિયાની ટીમની સામે છે. પરંતુ હવે ફાતિમાની ગેરહાજરીમાં મુનીબા અલીને ટીમની કમાન સોંપવામાં આવશે. કારણ કે તે ટીમની વાઈસ કેપ્ટન છે.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ 2024 માટે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની જાહેરાત

મુનીબા પાકિસ્તાનનો હવાલો સંભાળશે
ફાતિમા સનાની ગેરહાજરીમાં મુનીબા અલી ટીમની કમાન સોંપવામાં આવી છે. પાકિસ્તાનની આગામી મેચ ઓસ્ટ્રેલિયાની સામે છે. શુક્રવારે દુબઈમાં આ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. મુનીબા અલીને ટીમની કમાન સોંપવામાં આવશે. કારણ કે તે ટીમની વાઈસ કેપ્ટન છે. એક મીડિયાના રિપોર્ટ પ્રમાણે ફાતિમાના પિતાનું મૃત્યુ સ્ટ્રોકના કારણે થયું હતું. ફાતિમાના પિતાનું અવસાન થતા ટીમના તમામ મહિલા ખેલાડીઓમાં દુઃખ જોવા મળી રહ્યું છે.