December 23, 2024

આ દિગ્ગજ ખેલાડીએ નિવૃત્તિમાંથી ફરી યુ-ટર્ન લીધો

Deandra Dottin: મહિલા T20 વર્લ્ડ કપ 2024 માટે બીજી મોટી ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. વેસ્ટ ઈન્ડિઝે 3 ઓક્ટોબરથી UAEમાં રમાનારા વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. નિવૃત્તિ લઈ ચૂકેલી અનુભવી ઓલરાઉન્ડર ડિઆન્ડ્રા ડોટિનને પણ આ ટીમમાં જગ્યા આપવામાં આવી છે. ડિઆન્ડ્રા પ્રથમ મહિલા ક્રિકેટર છે જેણે T20Iમાં સદી ફટકારવાની મહાન સિદ્ધિ હાંસલ કરી છે.

ટીમમાં સામેલ કરવામાં આવી
ઑગસ્ટ 2022માં 31 વર્ષની વયે ડૉટિને નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્યાં સુધીમાં, તે 127 T20I અને 143 ODI રમી હતી. જેમાં તેણે 2697 રન બનાવ્યા હતા અને 62 વિકેટ લીધી હતી. જોકે તેણે નિવૃત્તિની જાહેરાત કરી તેના 2 જ વર્ષમાં તેને ફરી વાપસી કરી છે. તેણે T20 વર્લ્ડ કપ 2024ને ધ્યાનમાં રાખીને આ મોટો નિર્ણય લીધો છે. T20 વર્લ્ડ કપ 2024 પહેલા બાંગ્લાદેશમાં યોજાવાનો હતો પરંતુ હવે UAE ટૂર્નામેન્ટની યજમાની કરશે. ડોટિનની સાથે અનકેપ્ડ ખેલાડી નેરિસા ક્રાફ્ટનને પણ ટીમમાં સામેલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ બાદ સ્ટાર ખેલાડીએ કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો

વિમેન્સ T20 વર્લ્ડ કપ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ: એફી ફ્લેચર, અશ્મિની મુનિસર, ચેડિયન નેશન, ચિનેલ હેનરી, હેલી મેથ્યુઝ (કેપ્ટન), શેરમન કેમ્પબેલ (વાઈસ-કેપ્ટન), આલિયા એલીને, ડિઆન્ડ્રા ડોટિન, કરિશ્મા રામહરેક, મેન્ડી મેંગરો, નેરિસા ક્રાફ્ટ. , કિયાના જોસેફ, શમિલા કોનેલ, સ્ટેફની ટેલર, જાડા જેમ્સ.