મહિલા T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાની જાહેરાત

Women T20 World Cup 2024: યુએઈમાં મહિલા ટી20 વર્લ્ડ કપ 2024નું આયોજન થશે. આ પહેલા મહિલા ટીમની જાહેરાત કરવામાં આવી રહી છે. હરમનપ્રીત કૌરને ટીમની કમાન સોંપવામાં આવી છે. વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાનાને બનાવવામાં આવી છે. આ પહેલા ટી20 વર્લ્ડ કપ 2024 અગાઉ બાંગ્લાદેશમાં યોજાવાનો હતો. પરંતુ ICCએ તેને બાંગ્લાદેશને બદલે UAEમાં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ફિટનેસ પર નિર્ભર રહેશે
ટીમમાં બે વિકેટકીપરને તક આપવામાં આવી છે. રિચા ઘોષ અને યસ્તિકા ભાટિયા છે. T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમમાં શ્રેયંકા પાટિલ અને યાસ્તિકા ભાટિયાને ઈજા થઈ છે. એશિયા કપમાં પાકિસ્તાન સામેની મેચમાં શ્રેયંકાને આંગળીમાં ફ્રેક્ચર થયું હતું અને તેના કારણે તે એશિયા કપમાંથી બહાર થઈ હતી. શ્રેયંકા અને યસ્તિકા ટી-20 વર્લ્ડ કપ 2024માં રમશે કે નહીં તે તેમની ફિટનેસ પર છે.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ 2024 માટે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની જાહેરાત

મહિલા T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમનું શેડ્યુલ

  • ભારત VS ન્યુઝીલેન્ડ – 4 ઓક્ટોબર
  • ભારત VS પાકિસ્તાન – 6 ઓક્ટોબર
  • ભારત VS શ્રીલંકા – 9 ઓક્ટોબર
  • ભારત VS ઓસ્ટ્રેલિયા – 13 ઓક્ટોબર

ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતની ટીમ:
દીપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), યાસ્તિકા ભાટિયા, હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, પૂજા વસ્ત્રાકર, રેણુકા સિંહ ઠાકુર, દયાલન હેમલતા, આશા શોભના, રાધા યાદવ, શ્રેયંકા પાટીલ, શ્રેયન્કા અરવિંદ, અરવિંદ પટેલ. રેડ્ડી.

ટ્રાવેલિંગ રિઝર્વઃ તનુજા કંવર, સાયમા ઠાકોર, ઉમા છેત્રી