December 23, 2024

મહિલા T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યારે રમાશે મેચ?

IND vs PAK Womens T20 World Cup 2024: મહિલા T20 વર્લ્ડ કપ 2024 3જી ઓક્ટોબરથી શરૂ થવાનો છે. પહેલી મેચ સ્કોટલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. આ ટૂર્નામેન્ટનું આયોજન UAEમાં કરવામાં આવ્યું છે. મહિલા ટીમ ઈન્ડિયાની વાત કરવામાં આવે તો પહેલી મેચ ન્યુઝીલેન્ડ સામે છે. આ મેચ 4 ઓક્ટોબરે દુબઈમાં રમાવાની છે. ભારત અને પાકિસ્તાનની મેચ 6 ઓક્ટોબરે રમાશે. સેમીફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાએ ટોટલ 4 મેચ રમવાની છે. મહિલા ટીમ ઈન્ડિયાની 3 મેચ દુબઈમાં અને એક મેચ શારજાહમાં રમાવાની છે.

અહિંયા મેચ રમાશે
ટીમ ઈન્ડિયા પહેલી મેચ ન્યૂઝીલેન્ડ સામે અને બીજી મેચ પાકિસ્તાન સામે દુબઈમાં રમાવાની છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 6 ઓક્ટોબરના દુબઈમાં મેચ રમાશે. ભારતની ત્રીજી મેચ શ્રીલંકાની સાથે છે. આ મેચનું આયોજન 9 ઓક્ટોબરે કરવામાં આવશે. ટીમ ઈન્ડિયાની છેલ્લી ગ્રુપ મેચ ઓસ્ટ્રેલિયા સાથે થશે. જે શારજાહમાં રમાશે. પહેલી સેમિફાઈનલ મેચ 17 તારીખે દુબઈમાં રમાશે. બીજી સેમિફાઇનલ 18 ઓક્ટોબરે અને ફાઈનલ મેચ 20 ઓક્ટોબરે દુબઈમાં રમાશે.

આ પણ વાંચો: આ કારણોને લીધે MS ધોનીએ IPL 2025 પહેલા નિવૃત્તિ લેવી જોઈએ!

ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મહિલા T20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. જેમિમાહ રોડ્રિગ્ઝ, રિચા ઘોષ, યસ્તિકા ભાટિયા અને પૂજા વસ્ત્રાકર અને રેણુકા સિંહ, હેમલતા અને શોભના છે. સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા અને દીપ્તિ શર્માને હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપવાળી ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે.