December 23, 2024

UAEની ધરતી પર યોજાશે Women T20 World Cup 2024?

Women’s T20 World Cup 2024 UAE: બાંગ્લાદેશમાં મહિલા T20 વર્લ્ડ કપ 2024નું આયોજન થવાનું છે. પરંતુ બાંગ્લાદેશની હાલની સ્થિતિ ખુબ ખરાબ જોવા મળી રહી છે. જેના કારણે બાંગ્લાદેશમાં મહિલા ટી20 વર્લ્ડ કપની મેચ નહીં થાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. એક અહેવાલ પ્રમાણે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને હોસ્ટિંગનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ BCCI સેક્રેટરી જય શાહે સ્પષ્ટ ના પાડી દીધી છે. હવે કહેવામાં આવી રહ્યું છે કે UAEમાં મહિલા T20 વર્લ્ડ કપ 2024નું આયોજન થઈ શકે છે. જોકે આ વિશે સત્તાવાર માહિતી સામે આવી નથી.

અબુ ધાબી પર મહિલા T20 વર્લ્ડ કપ 2024નું આયોજન
એક મીડિયાના અહેવાલ પ્રમાણે ICC મહિલા T20 વર્લ્ડ કપ માટે દુબઈ અથવા અબુ ધાબી પર કરી શકે છે. જોકે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે હજુ પણ તેની પાસે સમય માંગ્યો છે. જેના કારણે ટૂંક સમયમાં ICC આ મુદ્દે ટૂંક સમયમાં નિર્ણય લેશે. આ મુદ્દે ઓનલાઈન મીટીંગ પણ કરવામાં આવી હતી. આ અંગે 20 ઓગસ્ટ સુધીમાં નિર્ણય લેવામાં આવી શકે છે. જોકે મહિલા T20 વર્લ્ડ કપના આયોજન માટે ભારત એક સારી પસંદગી હતી. પરંતુ જય શાહે કાર્યક્રમનું આયોજન કરવાની ના પાડી દીધી હતી.

આ પણ વાંચો: PMએ ઓલિમ્પિક ખેલાડીઓને પૂછ્યું કોણે કહ્યું કે – મોદી મોટી મોટી વાતો કરે છે?

શા માટે યુએઈ ઇવેન્ટ માટે યોગ્ય
ICC બાંગ્લાદેશ જેવા દેશની શોધમાં છે, જ્યાં મહિલા T20 વર્લ્ડ કપનું આયોજન થઈ શકે. તે બાંગ્લાદેશ જેવો જ ટાઈમ ઝોન ધરાવતો દેશ જોઈ રહ્યા છે. અહીં હવામાનની કોઈ સમસ્યા ન હોવી જોઈએ. તે માટે ભારતને પણ વાત કરવામાં આવી હતી. પરંતુ જય શાહે તેની ના પાડી દીધી છે. તો હવે તમામ સ્થિતિમાં UAE ફિટ બેસે છે. જોકે હજૂ સુધી કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી.