વધતી જતી ઉંમરમાં પણ મહિલાઓ રહી શકે એકદમ ફીટ એન્ડ ફાઇન
Women Health Tips: ઘરની જવાબદારીઓને કારણે મહિલાઓ ઘણીવાર પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતી નથી. પરંતુ કોઈપણ ઉંમરે, તેમની જીવનશૈલીમાં થોડો ફેરફાર કરીને, તેઓ તેમનું સ્વાસ્થ્ય જાળવી શકે છે. રોગોથી બચી શકે છે અને વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી કરી શકે છે. હંમેશા યંગ રહી શકે છે. ઘરે રહીને જ કેટલીક કસરત કરવાથી શરીર અને મન બન્નેને ફાયદો થાય છે. જોઈએ આવી કેટલીક ઘરે કરી શકાય એવી કસરત.
કસરત કરો
સામાન્ય રીતે, જે મહિલાઓ કસરત કરે છે તેમનું બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલનું સ્તર સારું રહે છે અને તેમના હૃદય રોગ, ડાયાબિટીસ અને ડિમેન્શિયા જેવા રોગોનું જોખમ પણ ઓછું થાય છે. જેમ જેમ સ્ત્રીઓ મેનોપોઝની નજીક આવે છે અને શારીરિક રીતે સક્રિય રહે છે, તે તેમને ઘણી સમસ્યાઓ ટાળવામાં મદદ કરે છે. તેથી, દરેક સ્ત્રીએ અઠવાડિયામાં 4-5 દિવસ 30-60 મિનિટ કસરત કરવી જોઈએ.
આ પણ વાંચો: તિરૂમાલાના લાડુનો સ્વાદ દુનિયાભરમાં જાણીતો છે, આ રહી એની મસ્ત રેસીપી
પૂરતી ઊંઘ લો
આધુનિક જીવનશૈલીના કારણે ઘણી સ્ત્રીઓ માટે રાત્રે સારી ઊંઘ લેવી મુશ્કેલ બની રહી છે. પરંતુ વાત એ છે કે ટૂ-ડૂ લિસ્ટમાં અન્ય બાબતોની જેમ ઊંઘને પણ એટલી જ પ્રાથમિકતા આપવી જોઈએ. હળવાશ અનુભવવાની જરૂર હોય તેટલી ઊંઘ લેવાથી શરીરની એનર્જી જાળવી રાખવામાં મોટી મદદ મળી રહે છે.
ડાયટ રેગ્યુલર રાખો
તમે શું ખાઓ છો તેના પર ધ્યાન આપો. હેલ્ધી ફૂડનો અર્થ બેસ્વાદ ખોરાક નથી. તેના બદલે, તે એક એવો ખોરાક છે જેમાં પ્રોટીન, ફાઇબર, તંદુરસ્ત ચરબી અને કાર્બોહાઇડ્રેટ્સનો સમાવેશ થાય છે. તેમાં રંગબેરંગી શાકભાજી અને ફળો ઉમેરી શકો છો. બને તેટલું આખા અનાજ અને તાજો ખોરાક ખાવાનો પ્રયત્ન કરો. પેકેજ્ડ વસ્તુઓ ખાવાનું પણ ટાળો. આ ઉપરાંત બહારનું ફાસ્ટફૂડ ખાવાનું બંધ કરી દેવું જોઈએ. બહારના જમવાનામાં વધુ પડતા તેલ મસાલા શરીરને નુકસાન કરે છે.