July 1, 2024

ગાંધીનગર મનપાના મેયર તરીકે મહિલા કાઉન્સિલરો દાવેદાર! આટલા નામો રેસમાં

મલ્હાર વોરા, ગાંધીનગર: રાજ્યના પાટનગર એવા ગાંધીનગર મનપાને હવે લોકસભાની ચૂંટણી બાદ નવા મેયર મળશે. ગાંધીનગર મનપા હિતેશ મકવાણાની અઢી વર્ષની ટર્મ 20 એપ્રિલના રોજ પૂર્ણ થઈ છે અત્યારે હાલ હિતેશ મકવાણાને કેર ટેકર મેયર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે પરંતુ આગામી દિવસોમાં ગાંધીનગર મનપાના કમિશનર દ્વારા સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવશે અને આ બેઠકમાં મેયર ડેપ્યુ મેયર સાહેબ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામોની જાહેરાત થશે.

ગાંધીનગર મનપાના મેયરની અઢી વર્ષની ટર્મ ગત 20 એપ્રિલના રોજ પૂર્ણ થઈ છે. પરંતુ હાલ રાજ્ય સહિત સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ છે. જેના કારણે આચાર સંહિતાના કારણે મેયર અને ડેપ્યુટી મેયર સહિત સ્ટેન્ડીગ કમિટીના ચેરમેનના નામની જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ ગાંધીનગર મનપાએ રાજ્યના શહેરી વિભાગને પત્ર લખ્યો હતો. તો બીજી તરફ રાજ્યના શહેરી વિભાગએ ઇલેક્સન કમીશનને પત્ર લખીને સામાન્ય સભા બેઠક બોલાવવાની માગ કરી હતી. ઇલેક્સન કમીશન દ્રારા 7 મેં મતદાન થાય ત્યારબાદ સામાન્ય સભાની બેઠક ગાંધીનગર મનપા બોલાવી શકે તેમ છે જેથી હવે ગાંધીનગર મનપા આગામી દિવસોમાં સામાન્ય સભાની બેઠક બોલાવીને નવા મેયર, ડેપ્યુટી મેયર સહિત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામોની જાહેરાત કરશે.

ગાંધીનગર મનપામાં આ વખતે જનરલ કેટેગરીમાંથી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પસંદગી થશે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે, ગાંધીનગર મનપામાં આ વખતે મહિલા મેયર બનશે. મહિલા મેયર માટે બ્રાહ્મણ અને પાટીદાર ચહેરાને તક મળી શકે છે. ગાંધીનગર મનપામાં બ્રાહ્મણ સમાજના મહિલા મેયર બને તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે પાટીદાર સમાજના ચહેરાને તક આપવામાં આવી શકે છે. જો ગાંધીનગર મનપામાં પાટીદાર સમાજની મહિલાને મેયર બનાવવામાં આવે તો ટ્રેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે બ્રાહ્મણ સમાજના ચહેરાને તક આપવામાં આવશે. જ્યારે ડેપ્યુટી મેયર જેવા પદ માટે ઓબીસી સમાજ કે પછી ક્ષત્રિય સમાજના ચહેરાને તક આપવામાં આવી શકે તેમ છે.

આ પણ વાંચો: સોલામાં પ્રેમી મૂકીને જતો રહેતા સગીર પ્રેમિકાએ કર્યો આપઘાત

ગાંધીનગર મનપામાં આ વખતે જનરલ કેટેગરીમાંથી પસંદગી કરવામાં આવશે, જેમાં આ વખતે મેયર તરીકે બાહ્મણ જાતિના મહિલા મેયર બને તો નવાઈ નહાં. હાલ ગાંધીનગર મનપાના મેયર માટે બ્રાહ્મણ અથવા પાટીદાર સમાજમાંથી મહિલાને મેયર તરીકેની જવાબદારી સોંપવામાં આવે શકે તેમ છે. ઉદાહરણ તરીકે નજર કરીએ તો ગાંધીનગરના મેયર તરીકે મહિલા બ્રહ્મ સમાજના કાઉન્સિલરને જવાબદારી સોંપવામાં આવે તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પાટીદાર સમાજના પુરુષને જવાબદારી સોંપી શકાય તેમ છે. તેવી જ રીતે જો ગાંધીનગર મનપામાં પાટીદાર સમાજના કાઉન્સિલર મહિલાને મેયર બનાવવામાં આવે તો બ્રહ્મ સમાજમાંથી અન્ય પુરુષ કાઉન્સિલરને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેની જવાબદારી સોંપવામાં આવી શકે તેમ છે. જ્યારે ડેપ્યુટી બિયર માટે ક્ષત્રિય સમાજ કે પછી ઓબીસી સમાજના કોઈ કાઉન્સિલરને જવાબદારી અપાય તો નવાઈ નહીં.

ગાંધીનગર મેયર માટે ક્યાં ક્યાં નામો રેસમાં
– હેમાબેન ભટ્ટ વોર્ડ નંબર 5 પંચ દેવ સેકટર 22
– છાયાબેન ત્રિવેદી મેયર ના દાવેદાર અને બ્રહ્મ સમાજના પ્રમુખ
– અંજનાબેન સુરેશ મહેતા વોર્ડ નંબર 1
– મીનાબેન પટેલ વોર્ડ નંબર 10 ના કાઉન્સિર દાવેદાર છે
– સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે સંભવિત નામો
– મહેન્દ્ર દાસ પટેલ વોર્ડ નંબર 10
– ગૌરવ વ્યાસ વોર્ડ નંબર 6

ડેપ્યુટી મેયર માટે સંભવિત નામો
– સોનલ બા વાઘેલા વોર્ડ નંબર 7 કોલવડા.
– જશપાલ સિંહ બીહોલા પાલજ વોર્ડના કાઉન્સિલર.
– અંકિત બારોટ સેકટર 26 ના કાઉન્સિલર.
– દીપ્તિબેન પટેલ પેથાપુર વોર્ડ ના મહિલા કાઉન્સિલર.

જો કે મહત્વ એ છે કે હાલ ગાંધીનગરના નવા મેયર, ડેપ્યુટી મેયર કે પછી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂક થાય તો તેઓ સત્તા ભોગવી શકશે નહીં. આ તમામ નવ નિયુક્તિ ચહેરાઓને સત્તા ભોગવવા માટે હજુ 4 જૂન સુધી રાહ જોવી પડશે. કારણ કે જ્યાં સુધી લોકસભાની ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી મેયર તરીકે જવાબદારી મળે પરંતુ તે કોઈ નિર્ણય કે કામ ન કરી શકે. આ ઉપરાંત ગાંધીનગર મનપા તરફથી મળતી સરકારી ગાડી કે અન્ય સુખ સુવિધા કે પછી મેયરની ઓફિસ બહાર તેમની નેમ પ્લેટ પણ ન લાગી શકે. જેથી નવ નિયુક્ત હોદેદારોને 4 જૂન બાદ તમામ સત્તા ભોગવાનો હક્ક મળી શકે તેમ છે.