September 19, 2024

ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતનો સામનો બાંગ્લાદેશ સામે

Women’s Asia Cup 2024ની ચારેય સેમી ફાઇનલિસ્ટ ટીમનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. શ્રીલંકાએ ટુર્નામેન્ટની છેલ્લી ગ્રુપ મેચમાં થાઈલેન્ડ સામે શાનદાર જીત નોંધાવી હતી. અંતિમ 4 ટીમ નક્કી થઈ ગઈ છે. સેમિફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતનો સામનો બાંગ્લાદેશ સામે થવાનો છે. પાકિસ્તાનનો મુકાબલો યજમાન શ્રીલંકા સામે થશે. મહિલા એશિયા કપ 2024ની છેલ્લી ગ્રુપ મેચ ગઈ કાલે રમાઈ હતી. શ્રીલંકાએ મલેશિયાને 10 વિકેટે હરાવ્યું હતું.

આ પણ વાંચો: Ind vs SL: શ્રીલંકાના કેપ્ટન બદલાયા, ભારત સામે T20 સિરીઝ માટે ટીમની જાહેરાત

ભારતનો સામનો બાંગ્લાદેશ સામે
શ્રીલંકાની આ જીત સાથે ટૂર્નામેન્ટના ચારેય સેમી ફાઇનલિસ્ટ નક્કી થઇ ગયું છે. ભારતીય મહિલા ટીમે નેપાળને 82 રને હરાવ્યું હતું. ભારત અને પાકિસ્તાન પહેલા જ ગ્રુપ Aમાંથી ક્વોલિફાય થઈ ગયા છે. પ્રથમ સેમિફાઇનલમાં ગ્રુપ Bમાંથી બીજા સ્થાને રહેલી ટીમ બાંગ્લાદેશનો સામનો થશે. ગ્રુપ Aની રનર-અપ પાકિસ્તાનનો મુકાબલો બીજી સેમિફાઇનલમાં ગ્રુપ Bમાં ટોપર શ્રીલંકા સાથે થશે.

એશિયા કપ પ્રાપ્ત કર્યો
ભારત સિવાય બાંગ્લાદેશ એકમાત્ર એવી ટીમ છે જેણે મહિલા એશિયા કપ પ્રાપ્ત કર્યો છે. ટીમ ઈન્ડિયાએ 7 અને બાંગ્લાદેશની ટીમે 1 વખત ટાઈટલ જીત્યું છે. પાકિસ્તાન અને શ્રીલંકા મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. ટુર્નામેન્ટની ફાઈનલ 28 જુલાઈ, રવિવારના રોજ રમાવાની છે.