January 24, 2025

‘20 વર્ષથી ઓફિસ જાઉં છું, કોઈ કામ નથી આપતું’ કહીને મહિલાએ કંપની પર કેસ કર્યો

અમદાવાદઃ તમે સમાનતા અને આર્થિક રીતે સ્વતંત્ર હોવા વિશે ઘણું સાંભળ્યું હશે. શું હકીકતમાં જેવી દેખાય છે તેવી સ્થિતિ છે? શું માત્ર ઓફિસે પહોંચીને પગાર લેવો પૂરતો છે? આ સવાલ એટલા માટે છે કે, ફ્રાન્સમાં રહેતી એક મહિલાનો દાવો છે કે તેના સ્વાસ્થ્યના કારણોસર તેને ઓફિસમાં કોઈ કામ આપવામાં આવતું નથી.

અન્ય ઓફિસોમાં લોકો કામ કરતા કરતા થાકી જાય છે… જ્યારે અહીંયા એક મહિલા દરરોજ ઓફિસે જાય છે પણ કોઈ કામ નથી આપવામાં આવતું તેનાથી પરેશાન છે. છેલ્લા એક-બે મહિનાથી નહીં પરંતુ 20 વર્ષથી આવું જ ચાલી રહ્યું છે. આખરે કંટાળીને મહિલાએ કંપની પર કેસ કર્યો છે.

આ પણ વાંચોઃ હજારો વર્ષ પહેલા એલિયન્સના હુમલાથી બચવા બનાવ્યો આ વિસ્તાર

‘હું 20 વર્ષથી ઓફિસમાં આવું છું, પરંતુ મને કોઈ કામ મળતું નથી’
લોરેન્સ વાન વાસેનહોવ નામની મહિલાનો દાવો છે કે, તે સરકારી નોકરી કરે છે અને 1993માં ફ્રાન્સ ટેલિકોમમાં જોડાઈ હતી. મહિલાને તેના હાથ અને ચહેરા પર આંશિક લકવાનો હુમલો આવ્યો હતો અને તે જન્મથી જ વઈનો શિકાર હતી. તેમની આ સ્થિતિ જોઈને તેમને કામ આપવામાં આવતું હતું. વર્ષ 2002 સુધી બધું બરાબર ચાલ્યું, પરંતુ જ્યારે તેઓ બીજી ઓફિસમાં ટ્રાન્સફર થયા ત્યારે અહીં પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. ત્યાં સુધીમાં ફ્રાન્સ ટેલિકોમને ઓરેન્જ નામની કંપનીએ કબજે કરી લીધું હતું, જેણે મહિલાને તેની સમસ્યાઓ મુજબ સ્થાન આપ્યું ન હતું. જો કે, તેને છેલ્લા 20 વર્ષથી સમયસર પગાર મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ 5 લાખ ઇમિગ્રન્ટ્સને મળશે અમેરિકન નાગરિકતા, બાઇડેન સરકાર લેશે આ પગલાં!

આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો
આવી સ્થિતિમાં તેમણે કંપની સામે કેસ કર્યો છે. મહિલાના વકીલનું કહેવું છે કે, કંપની તેને કામ આપવાને બદલે કામ વગર જ પગાર આપવાનું પસંદ કરી રહી છે. મહિલાનો દાવો છે કે, આ રીતે તેને નોકરી છોડવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. કંપની પર કાર્યસ્થળ પર નૈતિક ગેરવર્તણૂક અને ભેદભાવનો આરોપ મૂકવામાં આવ્યો છે. કંપનીનું કહેવું છે કે, તેઓ મહિલાઓ માટે ઉત્તમ વર્ક કલ્ચર પ્રદાન કરે છે.