December 19, 2024

તહેવારોની સિઝન શરૂ થતાં સુરતની ગોલ્ડન ઘારીની ધૂમ ચર્ચા, જાણો કેમ?

અમિત રૂપાપરા, સુરત: તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે અને આખા દેશમાં દિવાળીના તહેવારની તૈયારીઓ લોકો જોરશોરથી કરી રહ્યા છે. તહેવારોની ખરીદી વચ્ચે સુરતમાં એક મીઠાઈની દુકાન પર એક મીઠાઈ 9,000 રુપિયા કિલો મળી રહી છે. આ મીઠાઈની કિંમત 9,000 રૂપિયા હોવાનું એક ખાસ કારણ છે કારણ કે, આ મીઠાઈને ખાસ પ્રકારે બનાવવામાં આવી છે અને એટલે જ તો સામાન્ય મીઠાઈ કરતાં તેની કિંમત ખૂબ જ વધારે છે.

9,000 રૂપિયા કિલો મળતી મીઠાઈનું નામ ગોલ્ડન ઘારી છે અને ઘારી સુરતની પ્રખ્યાત મીઠાઈ કહેવામાં આવે છે. ધારી બનાવવા માટે ચણાની દાળ, ઘી અને સૂકા મેવાનો ઉપયોગ કરવામાં આવે છે. ઘારીને સેવ, ગાંઠિયા, પૌવા, ગુંદી અને પાપડના મિક્ષ ભૂસા સાથે નાસ્તામાં ઉપયોગમાં લેવામાં આવે છે. સુરતની એક દુકાને આ વર્ષે સુવર્ણ ઘારી બનાવી હતી અને સુવર્ણ ઘારી લોકોનું ધ્યાન ખૂબ જ આકર્ષિત કરી રહી હતી.

સુરતમાં દિવાળી ઉપરાંત અન્ય તહેવારોમાં પણ ધારીનુ વેચાણ ખૂબ જ વધારે થાય છે સામાન્ય રીતે ઘારીની કિંમત 820 રૂપિયા પ્રતિ કિલો હોય છે. 820 રૂપિયા ઘારીની કિંમત 9,000 રૂપિયા હોવા મામલે દુકાનદાર દ્વારા કહેવામાં આવ્યો હતું કે, આ ઘારી એટલા માટે મોંઘી છે કે, આ ઘારી પર સોનાનો વરખ કરવામાં આવ્યું છે અને તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. આ મીઠાઈ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. સુરતમાં મળતે ઘારીની કિંમતની વાત કરવામાં આવે તો બદામ પિસ્તા ઘારી, કેસર બદામ ધારી, સ્ટ્રોબેરીને ધારી, અંજીર અખરોટ ઘારી, કાજૂ મેંગો ઘારી, કલકત્તી પાન મસાલા ધારી, ચોકલેટ ઘારી, માવા ઘારી 700થી 900 રૂપિયા કિલો મળી રહી છે. કેસર બદામ પિસ્તા સુગર-ફ્રી ઘારી 1000 અને સુવર્ણ ઘારી 9,000 રૂપિયા કિલો બજારમાં મળી રહી છે.

મહત્ત્વની વાત કહી શકાય કે, પહેલા ત્રણ ફ્લેવરમાં જ ઘારી મળતી હતી પરંતુ લોકોની માંગ અને સુરતમાં અલગ-અલગ પ્રાંતના લોકો વસવાટ કરતા હોવાના કારણે વેપારીઓ દ્વારા અલગ-અલગ પ્રકારના ફ્લેવરની ઘારી દર વર્ષે તૈયાર કરવામાં આવે છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે ઘારી 40થી 100 રૂપિયા પ્રતિ કિલો મોંઘી જોવા મળી રહી છે.