May 18, 2024

દેશભરમાં CAA લાગુ, ત્રણ દેશોના છ પ્રવાસી સમુદાયોને મળશે નાગરિકતા

CAA Notification: દેશમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થવામાં હવે થોડો સમય બાકી છે, આ દરમિયાન દેશમાં CAA લાગુ કરવામાં આવ્યો છે. CAA આજથી (11 માર્ચ 2024)થી દેશમાં લાગુ થઈ ગયું છે. કેટલાંક કેન્દ્રીય મંત્રી અને ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણી વખત કહ્યું હતું કે દેશમાં ટૂંક સમયમાં CAA લાગુ કરવામાં આવશે. નોંધનીય છે કે CAA બિલ પહેલીવાર 2016માં લોકસભામાં રજૂ કર્યું હતું, ડિસેમ્બર 2019માં તેને પસાર કરવામાં આવ્યું હતું અને 10 જાન્યુઆરી, 2020ના રોજ રાષ્ટ્રપતિની મંજૂરી મળી હતી. હવે 3 દેશો, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંઓથી આવેલા છ લઘુમતીઓ હિન્દુઓ, ખ્રિસ્તીઓ, શીખો, જૈનો, બૌદ્ધો અને પારસીઓને ભારતીય નાગરિકતાં મળી શકશે, જેની સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકાર પાસે રહેશે.

દેશભરમાં CAA લાગુ થયા બાદ પોલીસ એલર્ટ પર છે. આ અંગે સંવેદનશીલ વિસ્તારોમાં પદયાત્રા કાઢવામાં આવી છે. ખેડૂતોના આંદોલનને કારણે દિલ્હીમાં કલમ 144 પહેલેથી જ લાગુ છે. બીજી બાજુ CAAને કારણે વિપક્ષી પાર્ટીઓએ ચૂંટણી દરમિયાન ધ્રુવીકરણની આશંકા વ્યક્ત કર્યો છે. જો કે, ચૂંટણી વિશ્લેષકો દાવો કરી રહ્યા છે કે CAAનો અમલ ભાજપના મુખ્ય મતદારોને મજબૂત કરશે. તેની સૌથી વધુ અસર પશ્ચિમ બંગાળ અને આસામમાં જોવા મળશે.

CAA નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે
દેશમાં આજથી CAAનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. CAA આજથી દેશમાં લાગુ થઈ ગયું છે. આ સાથે ભારતના ત્રણ પાડોશી દેશોમાંથી લઘુમતીઓ ભારત આવે તો તેમને નાગરિકતા આપવાની જોગવાઈ છે. આમાં મુસ્લિમોનો સમાવેશ થતો નથી. બીજી બાજુ CAA નોટિફિકેશન અંગે મમતા બેનરજીએ આ મુદ્દે ટિપ્પ્ણી કરી છે. CAA નોટિફિકેશન જારી થયા બાદ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યું છે કે અમને હજુ સુધી નોટિફિકેશન મળ્યું નથી. CAAના દસ્તાવેજો જોયા પછી હું આવતીકાલે પ્રેસ કોન્ફરન્સ કરીશ. આ માત્ર દેખાડો છે. વધુમાં મમતા બેનર્જીએ કહ્યું છે કે દેશમાં CAA બતાવીને કોઈની નાગરિકતા રદ કરવામાં આવશે તો તે સહન નહીં કરે.

પીએમ મોદીનું સંબોધન નહીં થાય
માહિતી અનુસાર પીએમ મોદી સંબોધન નહીં કરે. પહેલા એવા સમાચાર હતા કે સાંજે 5.45 વાગ્યે PM મોદી રાષ્ટ્રને સંબોધિત કરશે અને મોટી જાહેરાત કરી શકે છે.