January 8, 2025

શું આ ક્રિકેટર અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’માં એન્ટ્રી કરશે?

અમદાવાદ: અલ્લુ અર્જુન હાલમાં તેની ફિલ્મ ‘પુષ્પા 2’ ને લઈને ચર્ચામાં છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મની ચર્ચા વચ્ચે એક સમાચાર સામે આવ્યા છે. જેને સાંભળીને તમે પણ ચોંકી જશો.

ટીઝરની રાહ
અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જ્યારથી ‘પુષ્પા 2’ની જાહેરાત કરી છે ત્યારથી તેના સંબંધિત ફિલ્મ અને નવા નવા અપડે્સ સામે આવી રહ્યા છે. પુષ્પા 2’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ પહેલા રશ્મિકા મંડન્નાના ફર્સ્ટ લુક પણ સામે આવ્યો હતો. ટૂંક સમયમાં રિલીઝ થનારી ફિલ્મના ટીઝરની રાહ જોવા રહી છે. આ વચ્ચે એવા સમાચાર પણ સામે આવ્યા છે કે દિગ્ગજ ક્રિકેટર પણ કેમિયો કરી શકે છે. જે ખુદ ક્રિકેટરે સોશિયલ મીડિયા પર એક હિંટ આપી છે.

 

View this post on Instagram

 

A post shared by David Warner (@davidwarner31)

આ પણ વાંચો: યુટ્યુબર એલ્વિશ યાદવનો પર્દાફાશ, 1200 પાનાંની ચાર્જશીટ દાખલ

દરેક જગ્યાએ ચર્ચાઓ
અલ્લુ અર્જુને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘પુષ્પા 2’ માંથી તેનો ડેશિંગ લુક શેર કર્યો છે. જેમાં તમને તેના હાથમાં ત્રિશૂળ પકડેલો જોવા મળશે. હવામાં લાલ સિંદૂર ઉડાતો જોવા મળ્યો હતો. આ લુક શેર કરતા તેણે જણાવ્યું કે ફિલ્મનું ટીઝર 8 એપ્રિલના રોજ રિલીઝ થવાનું છે. અલ્લુ અર્જુનની આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં આ દિગ્ગજ ક્રિકેટરે એવું લખ્યું કે જેના કારણે તેમની ચર્ચાઓ તમામ જગ્યા ઉપર થઈ રહી છે.

ડેવિડ વોર્નરે એક સંકેત આપ્યો હતો
અમે વાત કરી રહ્યા છીએ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નરની, જે ‘પુષ્પા’ ના મોટા ફેન છે. કેમિયોએ એ પોસ્ટમાં એવો સંકેત આપ્યો છે જેમાં ‘ગેસ્ટ અપીયરન્સ.’ લખવામાં આવ્યું હતું. તેણે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘પુષ્પા 2’નું પોસ્ટર પણ શેર કર્યું હતું. કેટરે કેપ્શનમાં લખ્યું કે, ‘આતુરતાથી આની રાહ જોઈ રહ્યો છું. 8મી એપ્રિલે આવશે ટીઝર વાહ. ફિલ્મ ‘પુષ્પા 2’ વિશેની વાત કરવામાં આવે તો ડાયરેક્ટર સુકુમારની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઈઝ’ બાદ અલ્લુ અર્જુન, રશ્મિકા મંદન્ના અને ફહાદ ફૈસિલ આ સુપરહિટ ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ની સિક્વલમાં પોતાની ભૂમિકા ફરી કરતા જોવા મળશે. ફરી એક વાર ‘પુષ્પા 2’ કરોડોની કમાણી માટે તૈયાર છે.