June 28, 2024

શું ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા બાદ સોનાક્ષી સિન્હા ધર્મ બદલશે?

Sonakshi Sinha Zaheer Iqbal Wedding: ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા પછી શું સોનાક્ષી સિન્હા ઈસ્લામ ઈસ્લામ ધર્મ અપનાવી લેશે? સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ આજે (23 જૂન) લગ્ન કરી રહ્યા છે. આ દરમિયાન તેમના લગ્નને લઈને અનેક પ્રકારના સમાચાર સામે આવ્યા હતા. એ વાત પણ સામે આવી છે કે સોનાક્ષીના માતા-પિતા આ લગ્નથી ખુશ નથી. જોકે બાદમાં શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે તેમને તેમની દીકરી પ્રત્યે કોઈ નારાજગી નથી અને તે સોનાક્ષીની દરેક ખુશીમાં ભાગ લેશે. એવા પણ અહેવાલ હતા કે ઝહીર સાથે લગ્ન કર્યા બાદ સોનાક્ષી મુસ્લિમ ધર્મ અંગીકાર કરશે. આવી સ્થિતિમાં ઝહીર ઈકબાલના પિતાએ સ્પષ્ટ કર્યું છે કે આવું કંઈ નહીં થાય.

શત્રુઘ્ન સિંહા અને પૂનમ સિન્હાના સંબંધી ઈકબાલ રતનસીએ કહ્યું છે કે સોનાક્ષી મુસ્લિમ ધર્મ સ્વીકારશે નહીં અને હવે બંને પરિવારો વચ્ચે બધુ બરાબર છે. ફ્રી પ્રેસ જર્નલને આપેલા ઈન્ટરવ્યુમાં ઝહીર ઈકબાલના પિતાએ કહ્યું હતું કે, “લગ્ન ન તો હિંદુ કે મુસ્લિમ રિવાજો પ્રમાણે થશે. તે સિવિલ મેરેજ હશે. તે ધર્મ બદલી રહી નથી અને આ ચોક્કસ વાત છે. દિલનું મળવું ખુબ જ જરૂરી હોય. આમાં ધર્મની કોઈ ભૂમિકા નથી. આ સાથે સોનાક્ષીના ભાવિ સસરાએ પણ દંપતીને આશીર્વાદ આપ્યા હતા.

નોંધનીય છે કે મહેંદી સેરેમનીની સોનાક્ષી અને ઝહીરની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ તસવીરો કપલના મહેમાનો અને મિત્રોએ શેર કરી હતી. સોનાક્ષીએ મહેંદી માટે લાલ અને પીળા રંગનો ડ્રેસ પહેર્યો હતો. ઝહીર ઈકબાલે પ્રિન્ટેડ લાલ કુર્તો અને સફેદ પાયજામો પહેર્યો હતો. એક તસવીરમાં બંને મિત્રો સાથે પોઝ આપતા કેમેરા માટે હસતા જોવા મળ્યા હતા. મહેંદી સેરેમનીના સ્થળને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. હવે ચાહકો આજે તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.