January 19, 2025

Gemini AIએ કરી Instagramને લઈને ‘ભવિષ્યવાણી’

અમદાવાદ: આજના સમયમાં મોટા ભાગના લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. એક સમય એવો પણ હતો કે મોટા ભાગના લોકો માત્ર ફેસબુકનો વપરાશ કરતા હતા. પરંતુ એવો પણ સમય આવ્યો કે જયારે ઈન્સ્ટાગ્રામ તરફ વળ્યા હતા. આજના સમયમાં સૌથી વધારે કોઈ એપનો ઉપયોગ થતો હોય તો તે છે ઈન્સ્ટાગ્રામ.

ઈન્સ્ટાગ્રામની કમાણી
Gemini AIને આ વિશે કહ્યું કે ફેસબુક યુવા પેઢીમાં પહેલા કરતા ઓછું લોકપ્રિય બન્યું છે. તેની પાછળ ઈન્સ્ટાગ્રામના અલ્ગોરિધમનો મોટો ફાળો છે, જે યુવાનોને આકર્ષે છે. ઉપરાંત, જેમિની એઆઈએ જણાવ્યું કે Instagram મુખ્યત્વે ફોટા અને વીડિયો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે ફેસબુક ટેક્સ્ટ પર આધારિત છે. વધુમાં કહ્યું કે ઇન્સ્ટાગ્રામનું રેવન્યુ મોડલ જાહેરાત આધારિત છે. ફેસબુક અને બીજી એપની વાત કરવામાં આવે તો સબ્સ્ક્રિપ્શન આધારિત છે. જેના કારણે આ પણ એક કારણ કે છે કે ઈન્સ્ટાગ્રામની કમાણી વધારે છે.

ભવિષ્ય શું હશે?
જ્યારે Google Gemini AI ને Instagram ના ભવિષ્ય વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે હાલમાં Instagram સૌથી વધુ લોકપ્રિય છે, પરંતુ ભવિષ્યમાં તેને TikTok અને YouTube Shorts થી સ્પર્ધા મળી શકે છે. જે ઇન્સ્ટાગ્રામ માટે ખતરો સાબિત થઈ શકે છે. આવનારા સમયમાં કોઈ પણ એપને Instagramને ટક્કર મારી શકે છે.

ટૂંક સમયમાં બજારમાં
આ AI રોબોટ ડોગ ટૂંક સમયમાં બજારમાં ઉપલબ્ધ થશે. આ રોબો ડોગમાં જીપીએસ અને અત્યાધુનિક કેમેરાની મદદથી ઘર-બહાર મદદ કરી શકાશે. તેમજ આ રોબોટ ડોગને બોલીને પણ સૂચનાઓ આપી શકાય છે. આ ડોગ ટ્રાફિક સિગ્નલને પણ સમજી શકશે. આ સાથે તે QR કોડ પણ સ્કેન કરી શકે છે. અંધજનોની સાથે તે વૃદ્ધ લોકોને પણ મદદ કરી શકે છે. તમને જણાવી દઈએ રોબોટ ટેક્સી પણ બોલાવી શકે છે. કોઈ પણ દર્દીને હવે ચિતા કરવાની જરૂર નથી.