January 19, 2025

છૂટાછેડા લેશે અંકિતા લોખંડે? જગજાહેર વિકીને કહી દીધું-‘નથી રહેવું તારી સાથે’

છેલ્લા ઘણા દિવસોથી બિગબોસ 17ને લઇને અંકિતા લોખંડે ચર્ચામાં રહે છે. આ વચ્ચે તે એક્સ બોયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપુતની વાત કરતા પણ જોવા મળી હતી. પરંતુ હવે બિગ બોસ 17ના લેટેસ્ટ એપિસોડમાં ફરી એકવાર વિકી જૈન અને અંકિતા લોખંડે વચ્ચે જોરદાર દલીલ જોવા મળી હતી. આ લડાઈ વિકી અને આયેશા ખાન વચ્ચેની વાતચીતથી શરૂ થઈ હતી, જ્યાં બંને લગ્નની મજાક કરતા હતા. જ્યારે વિકી જૈને આયેશાને કહ્યું કે ‘પરિણીત લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે’, ત્યારે તેની વાત સાંભળી રહેલી અંકિતા લોખંડે ગુસ્સાથી લાલ થઈ ગઈ. અંકિતાએ વિકીને પૂછ્યું કે શું તે તેને છૂટાછેડા આપવા માંગે છે? વિકી અને અંકિતાને નાની-નાની વાત પર આ રીતે ઝઘડતા જોઈને આયેશા ચોંકી ઉઠી હતી.

ખરેખર, આયેશા ખાન, મુનવ્વર ફારૂકી, વિકી જૈન અને અંકિતા લોખંડે બિગ બોસના ઘરના ગાર્ડન એરિયામાં એકબીજા સાથે વાત કરી રહ્યા હતા. જ્યારે આયેશાએ વિક્કીને લગ્નજીવન વિશે પ્રશ્નો પૂછ્યા ત્યારે વિક્કીએ મજાકમાં કહ્યું કે પરિણીત પુરુષો ક્યારેય કહી શકતા નથી કે તેમને કેટલી પીડા સહન કરવી પડે છે. વિકીની વાત સાંભળ્યા બાદ આયેશાએ કહ્યું કે તે ક્યારેય લગ્ન નહીં કરે, પરંતુ તે વિકીના કહેવાથી નહીં પરંતુ તેના પિતાના કારણે લગ્ન કરવા માંગે છે.

આ પણ વાંચો : ‘તમામ આરોપો ખોટા…!’જેકલીનની વધી મુશ્કેલી..તો ખખડાવ્યો હાઇકોર્ટનો દરવાજો

અંકિતાએ આપ્યો જડબાતોડ જવાબ

થોડા સમય પછી અંકિતાએ વિક્કીને પૂછ્યું કે તે આયશા સાથે આ રીતે કેમ વાત કરે છે? ત્યારપછી વિકીએ અંકિતાના સવાલનો જવાબ આપતાં કહ્યું કે, હું ક્યારેય કહી શકતો નથી કે મને કેવું લાગે છે. પરિણીત લોકો, ખાસ કરીને પુરુષો, સમાન પરિસ્થિતિમાંથી પસાર થાય છે.” વિકીની વાત સાંભળીને અંકિતાએ તેની વાતનો જડબાતોડ જવાબ આપ્યો અને કહ્યું, ‘જો તું આટલી તકલીફમાં છે તો મારી સાથે કેમ છે. ચાલ, છૂટાછેડા લઈ લઈએ, મારે તારી સાથે ઘરે નથી જવું.’ જોકે, આ વાત કહેતી વખતે અંકિતા જરા પણ ગંભીર દેખાતી ન હતી.