December 24, 2024

શું વિનેશ ફોગાટ પર બનશે ‘દંગલ 2’? ચાહકોએ આમિર ખાન પાસે કરી આ માગ

Dangal 2: ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિક 2024માં ઈતિહાસ રચ્યો છે. પરંતુ હવે તેને ઓલિમ્પિકની ફાઈન મેચમાં રમવા નહીં મળે. વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવામાં આવી હતી. ટીમ દ્વારા રાતોરાત કરવામાં આવેલા શ્રેષ્ઠ પ્રયાસો છતાં, આજે સવારે તેનું વજન 50 કિલો કરતાં થોડા ગ્રામ વધુ હતું. જોકે વિનેશ ફોગટની જીતથી ચાહકો ખૂબ જ ખુશ હતા અને તેમણે આમિર ખાન પાસેથી ‘દંગલ 2’ની માંગ કરી હતી. તમને જણાવી દઈએ કે વિનેશ ફોગાટે મંગળવારે 6 ઓગસ્ટના રોજ મહિલા 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ ઇવેન્ટની સેમિફાઇનલમાં ક્યુબાની કુસ્તીબાજને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. વિનેશ ફોગટની જીત પર તમામ દેશવાસીઓની છાતી ગર્વથી ભરાઈ ગઈ છે.

રાજકુમાર રાવથી લઈને રણદીપ હુડ્ડા, તાપસી પન્નુ, રિતેશ દેશમુખ અને સાન્યા મલ્હોત્રાએ વિનેશ ફોગાટને અભિનંદન પાઠવ્યા હતા. ચાહકો પણ ઉજવણી કરવા લાગ્યા અને આમિર ખાન પાસેથી ‘દંગલ 2’ની ડિમાન્ડ કરવા લાગ્યા. આમિરે વર્ષ 2016માં ‘દંગલ’ નામની ફિલ્મ બનાવી હતી, જે રેસલર મહાવીર સિંહ ફોગાટના જીવન પર આધારિત હતી. સાન્યા મલ્હોત્રા અને ફાતિમા સના શેખે આ ફિલ્મમાં ગીતા અને બબીતા ​​ફોગટની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો: ઓલિમ્પિકમાં ભારતને ઝટકો, વિનેશ ફોગટ કુશ્તીનો ફાઈનલ મુકાબલો નહીં રમી શકે.

આમિર ખાનની ‘દંગલ 2’નો સમય આવી ગયો છે.
ચાહકો હવે ઇચ્છે છે કે આમિર ખાન આ બ્લોકબસ્ટર ‘દંગલ’નો બીજો ભાગ બનાવે. એક ચાહકે ટ્વીટ કર્યું, ‘હવે સમય આવી ગયો છે કે આમિર ખાન ‘દંગલ 2′ બનાવે અને વિનેશ ફોગાટને લીડ રોલમાં કાસ્ટ કરે.’

ચાહકોએ ટ્વીટ કરીને આમિર ખાન પાસે આ માંગણી કરી હતી. અન્ય એક પ્રશંસકે લખ્યું, “હવે ‘દંગલ 2’ વિનેશ ફોગટ સાથે”.

ઉલ્લેખનિય છે કે ‘દંગલ’ બોલિવૂડની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે અને તેણે વિશ્વભરમાં 2 હજાર કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ત્યાં જ વિનેશ ફોગાટે સેમિફાઇનલમાં ક્યુબાના કુસ્તીબાજ યુસનિલિસ ગુઝમેનને 0-5થી હરાવ્યો હતો. હવે ફાઈનલ 7મી ઓગસ્ટે છે, જેમાં વિનેશ ફોગટનો સામનો યુએસએની સારાહ એન સાથે થશે.