November 23, 2024

સમાપન સમારોહમાં નિરજને સિલ્વર મેડલ મળવા છતાં ધ્વજવાહકની જવાબદારી કેમ ના સોંપી?

Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિકનો સમાપન સમારોહ 11 ઓગસ્ટે આયોજિત કરવામાં આવશે જેમાં મનુ ભાકર અને પીઆર શ્રીજેશ ભારતના ધ્વજવાહકની જવાબદારી સંભાળશે. જ્યારે પેરિસ ઓલિમ્પિક 2024 ની શરૂઆત 26 જુલાઈએ થઈ હતી. જ્યારે સમાપન સમારોહ 11 ઓગસ્ટના યોજાશે.

ભારત માટે ધ્વજવાહકની ભૂમિકા
ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા આ માહિતી આપવામાં આવી છે કે સમાપન સમારોહમાં હોકી ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશ શૂટિંગમાં 2 બ્રોન્ઝ મેડલ જીતનાર મનુ ભાકર સાથે ભારત માટે ધ્વજવાહકની જવાબદારી સંભાળશે. આ પહેલા પીવી સિંધુએ ઓપનિંગ સેરેમનીમાં ભારત માટે મહિલા ધ્વજવાહકની ભૂમિકા ભજવી હતી, જ્યારે શરત કમલે પુરુષ ધ્વજવાહકની જવાબદારી સંભાળી હતી.

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં જ યોજાશે મહિલા T20 વર્લ્ડ કપ?

2 દાયકા સુધી યોગદાન આપ્યું
ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષાએ બંને ખેલાડીઓના નામની જાહેરાત કરતા પોતાના નિવેદનમાં માહિતી આપતા જણાવ્યું કે શ્રીજેશ જ્યારે ધ્વજવાહક તરીકે પસંદ કરવામાં આવ્યો ત્યારે તે ખૂબ જ ભાવુક હતો. શ્રીજેશે ભારતીય હોકી ટીમ માટે 2 દાયકા સુધી યોગદાન આપ્યું છે. જ્યારે પીટી ઉષાએ અગાઉ નીરજ ચોપડા સાથે વાત કરી હતી, જેણે પુરૂષ ધ્વજવાહક માટે ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો હતો, પરંતુ તેણે શ્રીજેશને આ જવાબદારી સોંપવા વિનંતી કરી હતી.