December 6, 2024

સંતનું મોત અને વેલેન્ટાઇન ડેની શરુઆત, શું છે તેની કહાની

Valentine 2024: વેલેન્ટાઇન ડેને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રેમી પંખીડા આ દિવસને ખાસ રીતે સેલિબ્રેટ કરે છે. આ દિવસને એક યાદગાર દિવસ બનાવવા માટે પોતાના પાર્ટનર માટે કંઇક અલગ-અલગ તૈયારીઓ કરતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કેમ 14 ફેબ્રુઆરીએ જ આ દિવસ મનાવવામાં આવે છે.

270 એડીમાં સંત વેલેન્ટાઇન હતા, સંત વેલેન્ટાઇન પ્રેમને ખૂબ પ્રોત્સાહન આપતા હતા. વેલેન્ટાઈન એ કોઈ દિવસનું નામ નથી, આ એક પાદરીનું નામ છે, જે રોમમાં રહેતા હતા. તે સમયે રોમ પર ક્લોસિયસનું શાસન હતું, જેમની ઈચ્છા એક શક્તિશાળી શાસક બનવાની હતી. જેના માટે તેમની પાસે ખૂબ મોટી સેના હતી. પરંતુ તેમણે જોયું કે રોમના લોકો જેમના પરિવારો હતા, જેમની પત્નીઓ અને બાળકો હતા, તેઓ લશ્કરમાં જોડાવા માંગતા ન હતા, ત્યારે તે શાસકે એક નિયમ બનાવ્યો, જે મુજબ તેણે ભવિષ્યના તમામ લગ્નો પર પ્રતિબંધ મૂક્યો.

આ વાત કોઈને ગમી નહિ, પણ એ શાસકની સામે કોઈ કશું બોલી શક્યું નહિ. પાદરી વેલેન્ટાઈનને પણ આ પસંદ ન હતું. એક દિવસ એક કપલ આવ્યું અને લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે પાદરી વેલેન્ટાઈને એક રૂમમાં શાંતિથી તેમના લગ્ન કરાવી દીધા. પરંતુ શાસકને ખબર પડી અને પાદરી વેલેન્ટાઇનને જેલમાં ધકેલી દીધા અને તેમને મૃત્યુદંડની સજા ફટકારી.

જ્યારે પાદરી વેલેન્ટાઇન જેલમાં બંધ હતા. ત્યારે દરેક લોકો તેમને મળવા આવતા જતા રહેતા હતા. તેમને ગુલાબ અને ગિફ્ટ આપતા હતા અને આ દરેક લોકો જણાવવા માંગતા હતા કે તે લોકો પ્રેમ પર વિશ્વાસ કરે છે. પણ જે દિવસે તેમને મોતની સજા આપવામાં આવી તે દિવસ 14 ફેબ્રુઆરી 269 એડી હતી. મોત પહેલા પાદરી વેલેન્ટાઇને એક પત્ર લખ્યો અને તે પ્રેમ કરનારા લોકો માટે હતો.

વેલેન્ટાઇન પ્રેમ કરનારા માટે ખુશી-ખુશી કુરબાન થઇ ગયા અને પ્રેમને જીવિત રાખવા પ્રયત્નવો કરતા રહ્યા. જેથી આજ સુધી 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે મનાવવામાં આવે છે.