અમેરિકાના શિક્ષણ વિભાગને કેમ તાળાબંધી કરવામાં આવશે?

Donald Trump: યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનની ઓફિસમાં તાળાબંધી થવાની છે. આજના દિવસે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શિક્ષણ વિભાગને બંધ કરવા માટે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરે તેવી શક્યતાઓ છે. આવું કરતાની સાથે જ યુએસ શિક્ષણ વિભાગ સંપૂર્ણપણે બંધ થઈ જશે. આ માહિતી વ્હાઇટ હાઉસના એક અધિકારીએ આપી છે.

આ પણ વાંચો:ખેડૂતોના વિરોધ પર ભગવંત માનનું બુલડોઝર ચાલ્યું, 13 મહિના બાદ નેશનલ હાઈવે ખુલશે

શિક્ષણ વિભાગ 1979થી કાર્યરત
અમેરિકાનો આ શિક્ષણ વિભાગ લગભગ 45 વર્ષથી ચાલી રહ્યો છે. શિક્ષણ વિભાગ 1979થી કાર્યરત છે. શિક્ષણ વિભાગને બંધ કરવા અને રાજ્યોને શિક્ષણ સત્તા પરત કરવા માટે જરૂરી તમામ પગલાં લેવા અને અમેરિકનો જેના પર આધાર રાખે છે. અમેરિકાનું શિક્ષણ વિભાગ હવે કાયમ માટે બંધ થઈ શકે છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કેટલાક ખાસ કારણોસર આ વિભાગ પર નારાજ છે.