રમખાણો દરમિયાન ઈન્ટરનેટ કેમ બંધ કરવામાં આવે છે?
અમદાવાદ: આજના સમયમાં ઇન્ટરનેટ દ્વારા માહિતી ખૂબ જ ઝડપથી ફેલાય છે. શું તમે કયારે વિચાર્યું છે કે સરકાર કેમ ફટાફટ ઘણા સ્થળો પર ઇન્ટરનેટ બંધ કરી દે છે. રાજયસભામાં આ વિશે પૂછાયેલા સવાલમાં સરકારે શું આપ્યો જવાબ. જાણો આ અહેવાલમાં.
સરકારે આ જવાબ રાજ્યસભામાં આપ્યો
વર્ષ 2021માં રાજ્યસભામાં તત્કાલિન ગૃહ રાજ્ય પ્રધાન કિશન રેડ્ડીએ એક પ્રશ્નના જવાબમાં લેખિતમાં જવાબ આપ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે જયારે તણાવ અને રમખાણો દરમિયાન, કટોકટીને નિયંત્રિત કરવા માટે ઇન્ટરનેટ અને બલ્ક એસએમએસ બંધ કરાઈ છે. આ સમય ખુબ જ સેન્સેટીવ હોય છે. જેના કારણે આવા સમયમાં સાયબર સ્પેસમાં માહિતી ખૂબ જ ઝડપથી ફેલાઈ જાય છે. જેના કારણે આ સમયે ખોટી માહિતી ના ફેલાય તે ધ્યાન રાખવું જરૂરી છે. આ સમયે ખોટી માહિતી વાયરલ થઈ જાય તો માહોલ વધારે ખરાબ થઈ શકે છે. વધુમાં કહ્યું કે આ ટેમ્પરરી સસ્પેન્શન ઓફ ટેલિકોમ સર્વિસીસ રૂલ્સ 2020ની પ્રક્રિયા હેઠળ આવે છે. રેડ્ડીએ કહ્યું હતું કે તેમનું મંત્રાલય ઈન્ટરનેટ શટડાઉન વિશે સેન્ટ્રલાઈઝ્ડ ડેટા જાળવતું નથી.
ઈન્ટરનેટ બંધ કરવાનો આદેશ કોણ આપે છે?
મોટા ભાગના તણાવના કિસ્સામાં, શહેરના જિલ્લા મેજિસ્ટ્રેટ ઇન્ટરનેટ અને બલ્ક એસએમએસ બંધ કરી શકે છે. આ સમયે કલમ 144 પણ ટાંકવામાં આવી શકે છે. આ કલમ ત્યારે જ લાગુ કરવામાં આવે છે જ્યારે કોઈ શહેરમાં તણાવ પેદા થવાની સંભાવના હોય અને રાજકીય મેળાવડા અને મેળાવડા પર પ્રતિબંધ હોય.
નવા ફીચર્સ અને અપડેટ્સ
ઇન્સ્ટાગ્રામ એક લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. વિશ્વભરમાં લાખો લોકો શોર્ટ વિડિયો અને ફોટા શેર કરવા માટે આ એપનો ઉપયોગ કરે છે. છેલ્લા કેટલાક મહિનામાં વિવિધ ટેક કંપનીઓ દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અંગે ઘણા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં, Instagram પણ કેમ બાકી રહે. Instagramએ તેના પ્લેટફોર્મ પર ઘણા AI ટૂલ્સ ઉમેરવાનું કામ પણ શરૂ કર્યું છે. કંપની તેના વપરાશકર્તાઓ માટે એક નવું AI ટૂલ રજૂ કરવા જઈ રહી છે. આ ટૂલ થોડ સમયમાં આવી શકે છે.