December 17, 2024

ભારતીય ટીમ પાકિસ્તાન કેમ નથી જઈ રહી?

ICC Champions Trophy 2025: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને સતત ચર્ચાઓ થઈ રહી છે. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની 9મી સિઝન માટે પાકિસ્તાન પ્રવાસ કરવાની મનાઈ કરી દીધી હતી. સુરક્ષાની ચિંતાને ધ્યાનમાં રાખીને બીસીસીઆઈએ પાકિસ્તાન ન જવાનો નિર્ણય લીધો છે. આ વિશેની જાણકારી ICCએ આપી હતી.

પાકિસ્તાન ન જવાના કારણો
બીસીસીઆઈએ સુરક્ષાની ચિંતાને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન ના જવાનો નિર્ણય લીધો હતો. આ પછી ICCએ પાકિસ્તાનને આ વિશે માહિતી આપી હતી. આ પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આઈસીસીનો સંપર્ક કર્યો હતો અને પાકિસ્તાન બોર્ડે ICCને કહ્યું છે કે તેઓ BCCI પાસેથી પાકિસ્તાન ન જવાના કારણો જણાવતા લેખિત ખુલાસો માંગે. વર્ષ 2008માં ટીમ ઈન્ડિયાએ છેલ્લે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. આ પછી મુંબઈમાં આતંકી હુમલો થયો હતો એ પછી ટીમ ઈન્ડિયાને પાકિસ્તાનને મોકલવામાં આવી નથી.

આ પણ વાંચો:India vs South-Africa સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો, આ ખેલાડી ઈજાગ્રસ્ત

ટૂંક સમયમાં જાહેરાત
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીના શિડ્યુલની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવી શકે છે. એક માહિતી પ્રમાણે ચેમ્પિયન્સ ટ્રોફીનું શિડ્યુલ 22 નવેમ્બરે જાહેર કરવામાં આવી શકે છે. આ અંગે કોઈ સત્તાવાર માહિતી હાલ નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને પાકિસ્તાન સરકારે હજૂ સુધી કોઈ નિવેદન આ વિશે આપ્યું નથી.