December 21, 2024

સરોજિની નાયડુની જન્મજયંતિને રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે શા માટે ઉજવવામાં આવે છે?

women’s day 2024: રાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચના છે. ત્યારે સરોજિની નાયડુની જન્મજયંતિને રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે શા માટે ઉજવવામાં આવે તે તમને સવાલ થતો હશે. ત્યારે અમે તમને જણાવીશું કે કેમ આજ દિવસે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આવો જાણીએ.

મહિલા દિવસની ઉજવણી
સરોજિની નાયડુ ભારતીય સાહિત્યિક ઈતિહાસના મહાન કવિઓમાંથી એક છે. તેમને ‘ભારતની નાઈટિંગેલ’ પણ કહેવામાં આવે છે. આ દિવસે પ્રખ્યાત કવિ અને સ્વાતંત્ર્ય સેનાની સરોજિની નાયડુની જન્મજયંતિ છે. તેઓએ સરોજિની નાયડુએ ભારતના રાષ્ટ્રીય ચળવળમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. તેમને ‘ભારતની કોકિલા’ પણ નામ આપવામાં આવ્યું હતું. આ તમામ વાત વચ્ચે તમને સવાલ થતો હશે કે કેમ સરોજિની નાયડુની જન્મજયંતિ પર મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આંદોલનમાં સાથે જેલમાં ગયા
કહેવામાં આવે છે કે પુરુષ દેશનું ગૌરવ છે તો મહિલાઓ દેશનો પાયો છે. સરોજિની નાયડુએ દેશની સ્વાતંત્ર્ય ચળવળમાં મહિલાઓને પ્રેરણા આપી હતી. તેમણે ગાંધીજી સાથે ઘણા સત્યાગ્રહોમાં ભાગ લીધો હતો. મહત્વની વાત એ છે કે તેઓ મહાત્મા ગાંધીના વિચારોથી ખૂબ પ્રભાવિત થયા હતા. સત્યાગ્રહોમાં તે ગાંધીજીની સાથે જોવા મળ્યા હતા એટલું જ નહીં તેઓ ‘ભારત છોડો’ આંદોલનમાં સાથે જેલમાં ગયા હતા.

ભારતના કોકિલાનું બિરુદ
સરોજિની નાયડુને 20મી સદીની સૌથી લોકપ્રિય મહિલાઓમાંની એક ગણવામાં આવે છે. આજે પણ દેશ એવી મહિલાઓને કયારે પણ ભુલી શકે નહીં કે જેમણે દેશ માટે યોગદાન આપ્યું છે. તેમને બાળપણથી જ કવિતાઓ લખવાનો શોખ હતો. કાવ્યસંગ્રહ ‘ગોલ્ડન થ્રેશોલ્ડ’ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. તેઓ ઉત્તમ લખાણ કરી જાણતા હતા જેના કારણે તેમના એક આર્ટકલને કારણે તેમને ‘ભારતની કોકિલા’નું બિરુદ આપવામાં આવ્યું હતું. સાહિત્યમાં તેમણે એટલું યોગદાન આપ્યું છે કે આજે પણ તેઓ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. આજ કારણથી તેમના જન્મદિવસે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે.