ગુજરાતમાં બારેમેઘ ખાંગાં કેમ થયા? બંગાળની ખાડીમાં ઊભું થયું નવું આકાશી જોખમ?

Gujarat Monsoon: ગુજરાતમાં અવિરત ભારે વરસાદ થઈ રહ્યો છે. આ પ્રકારનો વરસાદ પહેલા ક્યારેય જોવા મળ્યો નથી. વાસ્તવમાં વરસાદની પેટર્નમાં કોઈ ખાસ મોટો ફેરફાર પણ નથી જોવા મળ્યો. વરસાદની પેટર્નમાં આ ફેરફાર ક્લાયમેટ ચેન્જ અને વધતા તાપમાનના કારણે આવ્યો છે. જ્યાં પહેલા યુપી અને બિહાર ચોમાસામાં જળમગ્ન થઈ જતાં હતા, તેને બદલે હવે શુષ્ક રાજ્યો પૂરનો સામનો કરી રહ્યા છે.
રાજસ્થાનના રન વિસ્તાર ધરાવતા જિલ્લાઓ પૂરના પાણીમાં ડૂબી રહ્યા છે. તો, ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં એટલો વરસાદ કે હવામાનશાસ્ત્રીઓ પણ તેનો અંદાજ લગાવી શકતા નથી. એવું માનવામાં આવે છે કે વરસાદની પેટર્નમાં ધરખમ ફેરફાર થયો છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં ભારે વરસાદને કારણે બંગાળની ખાડીમાં ઘણા લો-પ્રેશર એરિયા પશ્ચિમ તરફ આગળ વધી રહ્યા છે.
પહેલા બિહાર-યુપી-હરિયાણાનો રૂટ હવે બદલાઈ ગયો
સામાન્ય રીતે બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર એરિયા ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધે છે. પરંતુ તેનો રૂટ હોય છે બિહાર, યુપી, હરિયાણા અને પંજાબ. જે રસ્તે તે આગળ વધે છે તે રસ્તામાં ભયંકર વરસાદ થાય છે. પરંતુ આ વખતે વરસાદ વહન કરતા ઓછા દબાણવાળા ક્ષેત્રે પોતાનો રૂટ બદલ્યો છે. તે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન થઈને પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે.
હવામાનશાસ્ત્રીઓ આનું કારણ ક્લાઈમેટ ચેન્જ હોવાનું માને છે. હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટના વાઇસ પ્રેસિડેન્ટ મહેશ પાલાવતના જણાવ્યા અનુસાર, આનું સૌથી મોટું કારણ ક્લાયમેટ ચેન્જ છે. જેના કારણે રાજ્યોમાં વરસાદની પેટર્ન બદલાઈ ગઈ છે. આ વર્ષે બંગાળની ખાડીમાં ચાર લો-પ્રેશર એરિયા અને બે ડિપ્રેશન સર્જાયા હતા. બધાએ ઉત્તર-પશ્ચિમનો રસ્તો પકડ્યો અને પશ્ચિમને રૂટ પર આગળ વધ્યા.
4-5 વર્ષથી વરસાદ પશ્ચિમ માર્ગ તરફ આગળ વધ્યો
વરસાદે આ રૂટ પર આ વર્ષે જ નહિ પરંતુ છેલ્લા 4-5 વર્ષથી પશ્ચિમી માર્ગ પર જવાનો પ્રયાસ કરી રહી છે. તાપમાનમાં વધારો થવાથી વરસાદની પેટર્ન બદલાઈ રહી છે. જેના કારણે સૂકા વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડી રહ્યો છે. જેમ કે- ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ગુજરાત.
ભારતીય હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક સોમા સેન રોયએ વાત સાથે સહમત છે કે કે પશ્ચિમ બંગાળ તરફ ઘણા ઓછા દબાણવાળા વિસ્તારો બન્યા છે. તેમની સંખ્યા વધી રહી છે. જેના કારણે અતિશય વરસાદ થઈ રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં વધુ લો-પ્રેશર સિસ્ટમ જોવા મળે છે. જેના કારણે ઘણા રાજ્યોમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડે છે. આ એક સામાન્ય પ્રક્રિયા છે. હવામાનની પેટર્નમાં કોઈ ફેરફાર થયો નથી. ચોમાસાના વરસાદનું પશ્ચિમ તરફ આવવું એ સામાન્ય પ્રક્રિયા છે. ઘણી વાર જોવા મળે છે.