November 19, 2024

કોહલી શૂન્ય પર આઉટ થયો એમ છતાં બનાવ્યો આ રેકોર્ડ

Virat Kohli: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ રમાઈ હતી. આ મેચનું આયોજન ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે. વરસાદના કારણે પહેલા દિવસે મેચ ટોસ કર્યા વગર જ મેચ રદ્દ થઈ ગઈ હતી. બીજા દિવસે ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વિરાટ શૂન્ય રનથી આઉટ થઈ ગયો હતો. વિરાટ આ મેચ માટે મેદાન પર આવ્યો કે તરત જ તેણે એમએસ ધોનીનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો.

વિરાટ કોહલી આઉટ થયો
રોહિત શર્મા 6.3 ઓવરમાં 16 બોલમાં 2 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. વિરાટ કોહલી પહેલા નંબર પાંચ કે ચોથા નંબર પર બેટિંગ કરવા આવતો હતો. પરંતુ આ મેચમાં તે ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. વિરાટ કોહલીએ અત્યાર સુધી 116 ટેસ્ટ મેચ રમ્યો છે. જેમાં 15 વખત તે શૂન્ય પર આઉટ થયો છે. વિરાટે ખાલી 53 રન બનાવ્યો હોત તો તે 9 હજાર રનની ક્લબમાં સમાવેશ થઈ ગયો હોત. વિરાટે ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી 8947 રન બનાવ્યા છે.

આ પણ વાંચો: સંજુ સદી ફટકારનાર ભારતનો પ્રથમ વિકેટકિપર બન્યો, આ રીતે કોંગ્રેસના નેતાઓએ કર્યું સ્વાગત

ધોનીનો મોટો રેકોર્ડ તોડ્યો
રોહિત શર્માએ ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનની યાદી જાહેર કરતાની સાથે તેણે ધોનીનો રેકોર્ડ તોંડી નાંખ્યો હતો. કારણે આ લિસ્ટમાં વિરાટ કોહલીનું નામ પણ હતું. ધોની ભારત માટે સૌથી વધુ ઈન્ટરનેશનલ મેચ રમવાના મામલે બીજા સ્થાન પર છે. હવે વિરાટનું સ્થાન બીજા સ્થાન પર છે અને ધોની ત્રીજા સ્થાન પર આવી ગયું છે. પહેલા સ્થાન પર સચિન તેંડુલકર છે. વિરાટની વાત કરવામાં આવે તો તેણે અત્યાર સુધીમાં 536 આંતરરાષ્ટ્રીય મેચ રમી અને ધોનીની વાત કરવામાં આવે તો તેણે ઈન્ડિયા માટે 535 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.