February 23, 2025

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતની પ્રેસ કોન્ફરન્સ મોડી કેમ શરૂ થઈ હતી?

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી માટેની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં રોહિત શર્મા અને અજીત અગરકરે પ્રેસ કોન્ફરન્સમાં ટીમની ટીમની જાહેરાત કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સ બપોરના સમયે 12 વાગ્યાના શરૂ થવાની હતી. પરંતુ તે થઈ ના હતી અને બપોરના સમયે 3 વાગ્યા પછી ટીમની જાહેરાત થઈ હતી. આ પછી ચર્ચા એ થઈ રહી છે કે આ પ્રેસ કોન્ફરન્સ આટલી લેટ કેમ થઈ?

આ થઈ ચર્ચા
એક રિપોર્ટ પ્રમાણે રોહિત-અગરકરે મુખ્ય કોચ ગૌતમ ગંભીર સાથે વાઇસ-કેપ્ટન અને વિકેટકીપરને લઈને લાંબી ચર્ચા થઈ હતી. જેમાં એવી ચર્ચા થઈ હતી કે ગંભીરની ઈચ્છા હતી કે હાર્દિક પંડ્યાને ટીમનો ઉપ-કેપ્ટન બનાવવામાં આવે, પરંતુ અગરકર અને રોહિત ઇચ્છતો હતો કે ગિલને આ પદ માટે તક મળે. ગંભીર એવું ઈચ્છતો હતો કે સંજુ સેમસનને વિકેટકીપર તરીકે લેવામાં આવે. પરંતુ તેમાં પણ રોહિતે સાથ આપ્યો ના હતો. પંતને વિકેટકીપર તરીકે લેવા માંગતા હતા.

આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયા જાહેર, રહિત શર્મા કેપ્ટન; શુભમન ગિલ વાઇસ-કેપ્ટન

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતની 15 સભ્યોની ટીમ
શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી , અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજા