અપક્ષ કોર્પોરેટર કાળુભાઈ ભરવાડે કેમ સબ ઝોનલ ઓફિસને કરી તાળાબંઘી?

Ahmedabad: લાંભા વોર્ડમાં AMCની સબ ઝોનલ ઓફિસને તાળાબંધી કરવામાં આવી છે. આ તાળાબંધી અપક્ષ કોર્પોરેટર કાળુભાઈ ભરવાડ દ્વારા કરવામાં આવી છે. અધિકારીઓ કોર્પોરેટર અને પ્રજાના કામો ન કરતા હોવાનો કાળુભાઈ ભરવાડે આરોપ લગાવ્યો છે.
મળતી માહિતી અનુસાર કાળુ ભરવાડે આરોપ લગાવ્યા છે કે લાંભા વોર્ડમાં ડ્રેનેજ અને રોડના કામોની અનેક ફરિયાદ કરી હોવા છતાં અધિકારીઓ સાંભળતા નથી. અધિકારીઓ સમયસર આવતા નથી. ઘણીવાર રજુઆત કર્યા બાદ પણ કોઈ ઉકેલ આવ્યો નથી. જેને લઈને તાળાબંધી કરી કોર્પોરેટર અને સ્થાનિકો સબ ઝોનલ ઓફિસે ધરણા પર બેઠા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ભાજપના કોર્પોરેટર દ્વારા અસારવામાં તાળાબંધી કરાઈ હતી.
આ પણ વાંચો: સુરતમાં સામુહિક દુષ્કર્મની ઘટના, પરિણીતા પર પતિ-જેઠ સહિત ચાર લોકોએ આચર્યું દુષ્કર્મ