November 18, 2024

MS ધોની પહેલા બેટિંગ કરવા કેમ નથી આવી રહ્યો?

IPL 2024: IPLની 17મી સિઝન જોરદાર ચાલી રહી છે. પરંતુ આ વચ્ચે ધોનીના ચાહકવર્ગમાં એ સવાલ થઈ રહ્યો છે કે MS ધોની પહેલા બેટિંગ કરવા કેમ જઈ રહ્યા નથી? આ સિઝનમાં પણ ધોનીની શાનદાર બેટિંગ જોવા મળી રહી છે. પરંતુ તેઓ પ્રથમ બેટિંગ કરવા કેમ નથી આવતા આવો જાણીએ.

નિર્ણયથી ખૂબ જ આશ્ચર્યચકિત
ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનમાં ધોનીએ અત્યાર સુધી 7 મેચમાંથી 5 વખત બેટિંગ કરતા નજરે પડ્યા છે. જેઓ તેવો મેદાનમાં ઉતરે છે તરત જ પ્રશંસકોનો જુસ્સો જોવા મળે છે. લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં માત્ર 9 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા માર્યા અને 28 રન બનાવ્યા હતા. લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચ બાદ સીએસકે ટીમના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે એક નિવેદન આપ્યું છે. જેમાં તેમણે આ કારણ જણાવ્યું છે કે કેમ ધોની પહેલા બેટિંગ કરવા નથી આવતો.

આ પણ વાંચો: આજે દિલ્હીના મેદાન પર પંતની પરીક્ષા, હૈદરાબાદ માટે વધુ એક ચાન્સ

કોચે આપ્યું નિવેદન
ધોનીના ટોપ ઓર્ડરમાં બેટિંગ ન કરવા અંગેના સવાલમાં તેમણે જવાબ આપ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે ધોનીના ઘૂંટણનો દુખાવો થયો છે. આવી સ્થિતિમાં તે થોડા જ બોલ રમી શકે છે. જોકે દરેક વ્યક્તિ ધોનીને લાંબા સમય સુધી મેદાન પર બેટિંગ રમતો જોવા માંગે છે. અને અમે તેને સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમતા જોવા માંગીએ છીએ. તેમને દુખાવો હોવા છતાં તે સારી રીતે રમી રહ્યો છે.

ધોની છઠ્ઠા સ્થાને
લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં તેની 28 રનની ઇનિંગ સાથે, એમએસ ધોનીએ એબી ડી વિલિયર્સને પાછળ છોડી IPLમાં છઠ્ઠો સૌથી વધુ સ્કોરર બન્યો છે. ધોનીએ અત્યાર સુધીમાં 257 મેચ રમી છે અને 39.45ની શાનદાર એવરેજથી 5169 રન બનાવ્યા છે, જેમાં 24 અડધી સદી પણ સામેલ છે. આ સમયગાળા દરમિયાન, ધોની 92 વખત અણનમ રહીને પેવેલિયન પરત ફર્યો છે, જે આઈપીએલના ઈતિહાસમાં કોઈપણ અન્ય ખેલાડી કરતા વધુ છે.