September 19, 2024

ક્યારેય સવાલ થયો કે, પ્લેનની બારી બીજા વાહન કરતા નાની-ગોળ શા માટે હોય છે? આ રહ્યો જવાબ

Airplane: યાદ કરીએ એ દિવસો જ્યારે આપણે સૌ કોઈ નાના હતા એ સમયે આકાશમાં કોઈ વિમાન નીકળે એટલે મોટો અવાજ આવે. આપણે ઘરની બહાર કે બાલ્કનીમાં દોડી જઈને આ વિમાનને આતુરતા પૂર્વક નિહાળતા. ભલે એનો માત્ર નીચેનો ભાગ જ આપણી નજર વાટે દિલ સુધી ઊતરતો. પ્લેનમાં સફર કરવી એ હજું પણ કેટલાક વર્ગનું સપનું હોય છે. જે લોકો પહેલી વખત વિમાનમાં બેસે તો અત્યારે એ ક્ષણને મોબાઈલમાં કેપ્ચર કરે છે. સેલ્ફી લે છે અને સોશિયલ મીડિયા પર શેર કરે છે. એમાં પણ જ્યારે પ્લેનમાં વિન્ડો સીટ મળે એટલે જાણે આકાશની ઉપર જોવાની બારી મળી.

નાની બારીમાંથી મોટું આકાશ
ક્યારેય વિમાન જોઈને એ સવાલ થયો છે ખરા કે, વિમાનની બારી આટલી નાની શા માટે હોય છે? વિમાન સિવાયના કોઈ પણ પરિવહનના માધ્યમમાં બારી એટલી મોટી હોય છે કે, એક વ્યક્તિ એમાંથી ઊતરી શકે છે. આ વાત વિમાનને લાગું નથી પડતી. સામાન્ય બારી કરતા વિમાનની બારી ઘણી અલગ હોય છે. પહેલી વાત તો એ કે, કોઈ પણ વિમાનની બારી ગોળાકાર હોય છે. જો બારીને મોટી કરવામાં આવે તો પ્લેનનું આખું સ્ટ્રક્ચર બગડી જાય એમ છે.

આ પણ વાંચો: MG Windsor EV: ફીચર્સ અને સ્પેસ મન મોહી લેશે, નામ પાછળ પણ એક સ્ટોરી

હવાનું પ્રેશર અસર કરે છે
મોટી બારી વિમાનની બહારની સપાટી પર લાગતી હવાનું પ્રેશર સહન કરે છે. મોટી બારી અહીં મુશ્કેલી ઊભી કરી શકે છે. જેના કારણે ખેંચાણ વધી જાય છે. એફિશિયન્સી ઘટી જાય છે. મોટી બારી હશે તો બહારની કોઈ વસ્તુ લાગવાના ચાન્સ વધારે રહે છે.જેનાથી વિમાનને નુકસાન થાય છે. આ કારણે વિમાનની બારી નાની રાખવામાં આવે છે. વર્ષ 1953-54 વચ્ચે વિમાન દુર્ઘટનાઓ બની હતી. એ પછી વિમાનની બારીની સાઈઝ બદલી દેવામાં આવી હતી. બારીને વધુ સુરક્ષિત અને મજબુત બનાવવા માટે એનો આકાર લંબગોળ કરી દેવાયો

મદદરૂપ થાય છે
બારી નાની હોય અને લંબગોળ હોય તો પ્રેશરને ફેલાવવામાં મદદરૂપ થાય છે. કોઈ જગ્યા પર પ્રેશર ક્રિએટ થતું નથી. જેના કારણે બારી તૂટવાની શક્યતાઓ ઘટી જાય છે. વિમાન જ્યારે એક ઊંચાઈ પર ઉડે છે ત્યારે અંદરનું એર પ્રેશર અને બહારનું એર પ્રેશર અલગ અલગ હોય છે. ગાળાર્ધ પર પ્રેશર બને છે.જેના કારણે કાચ તૂટવાનો ભય રહે છે.કેબિન ડોર પણ લંબગોળ હોય છે એ પાછળનું કારણ પણ આ જ છે. સુરક્ષા હેતું ઘણું મહત્ત્વનું રહે છે. કોર્ગો અને કેબિનના દરવાજા પણ આ જ આકારના હોય છે.