માર્ચમાં જથ્થાબંધ મોંઘવારીમાં થયો વધારો, ફૂગાવો એપ્રિલથી ઓક્ટોબર સુધી શૂન્યથી નીચે હતો
અમદાવાદ: ભારત સરકાર ફુગાવાને કાબૂમાં લેવા માટે ઝડપથી કામ કરી રહી છે, પરંતુ હજુ પણ તેને સંપૂર્ણ સફળતા મળી રહી નથી. આ જ કારણ છે કે દેશમાં શાકભાજી, બટાકા, ડુંગળી અને કાચા તેલના ભાવમાં વધારાને કારણે માર્ચમાં જથ્થાબંધ મોંઘવારી નજીવી રીતે વધીને 0.53 ટકા થઈ ગઈ છે. જે ફેબ્રુઆરીમાં 0.20 ટકા હતી. જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવો એપ્રિલથી ઓક્ટોબર સુધી સતત શૂન્યથી નીચે રહ્યો હતો. નવેમ્બરમાં તે 0.26 ટકા હતો. ડિસેમ્બર 2022માં તે 5.02 ટકાના સ્તરે હતો.
બટાટા અને ડુંગળી મોંઘવારીથી પ્રભાવિત
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અખિલ ભારતીય જથ્થાબંધ ભાવ સૂચકાંક ડેટા પર આધારિત ફુગાવાનો વાર્ષિક દર માર્ચ 2024 માં 0.53 ટકા હતો. બટાટાનો ફુગાવો માર્ચ 2023માં 25.59 ટકા હતો. જે માર્ચ 2024માં 52.96 ટકા હતો. ડુંગળીનો ફુગાવો 56.99 ટકા હતો. જે માર્ચ 2023માં માઈનસ 36.83 ટકા હતો.
આ પણ વાંચો: ગુજરાતના પહેલા મહિલા સાંસદ કોણ? 4 ટર્મ લોકસભામાં ‘ને એક ટર્મ રાજ્યસભામાં હતા
રાહત અહીં મળી
માહિતી અનુસાર વૈશ્વિક ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારાને કારણે આ વર્ષે માર્ચમાં ક્રૂડ પેટ્રોલિયમ મોંઘવારી દર 10.26 ટકા વધ્યો છે. રિટેલ અથવા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત ફુગાવો માર્ચમાં વધીને 5.66 ટકા થયો હતો. ફેબ્રુઆરીમાં તે 5.09 ટકા હતો. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા ગયા સપ્તાહે જાહેર કરાયેલા આંકડા અનુસાર, ખાદ્ય ફુગાવો માર્ચમાં 8.52 ટકા રહ્યો હતો. જે ફેબ્રુઆરીમાં 8.66 ટકા હતો.
RBIની જવાબદારી
રિટેલ મોંઘવારી દર 10 મહિનાના સૌથી નીચા સ્તરે આવી ગયો છે. સરકારી આંકડા અનુસાર માર્ચ 2024માં છૂટક ફુગાવો ઘટીને 4.85% પર આવી ગયો છે. અગાઉ ફેબ્રુઆરી 2024માં ફુગાવો 5.09% હતો. માર્ચ મહિનામાં ખાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડો થયો છે. મોંઘવારી સંબંધિત આરબીઆઈની રેન્જ 2%-6% છે. ફુગાવાનો દર હજુ પણ આરબીઆઈના આદર્શ સ્તર 4% કરતા વધુ છે, જેને નિયંત્રિત કરવા માટે મધ્યસ્થ બેંક તેના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે.