January 24, 2025

કાશ્મીર ઘાટીથી જમ્મુ રિઝન સુધી કોણ કરશે શાસન? જાણો Exit Pollના આંકડા

Jammu and Kashmir Election Exit Poll: જમ્મુ-કાશ્મીરમાં 90 વિધાનસભા બેઠકો પર ત્રણ તબક્કામાં મતદાન થયું છે. 8 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. પરિણામો પહેલા, આજતક અને સી-વોટરના એક્ઝિટ પોલના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા.

જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે મતદાન થયું હતું. આ વખતે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધન કરીને ચૂંટણી લડ્યા છે, જ્યારે મહેબૂબા મુફ્તીની પીડીપી અને ભારતીય જનતા પાર્ટી એકલા હાથે ચૂંટણી લડી રહી છે. જો કે આ વખતે એન્જિનિયર રશીદની અવામી ઇત્તેહાદ પાર્ટી મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

જમ્મુની 43 બેઠકોમાંથી કોને કેટલી બેઠકો મળવાની આશા?
આજતક અને સી-વોટરના એક્ઝિટ પોલ અનુસાર, જમ્મુની 43 બેઠકોમાંથી નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસને સંયુક્ત રીતે 11-15 બેઠકો, ભાજપને 27-31 બેઠકો અને પીડીપીને 02 બેઠકો મળવાની ધારણા છે.

જમ્મુમાં કઈ પાર્ટીને કેટલા ટકા વોટ શેર મળવાની આશા?
જમ્મુની 43 સીટો પર મતદાન થયું હતું. જેમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસને 36.4 ટકા વોટ શેર મળવાની આશા છે. જ્યારે ભાજપને માત્ર જમ્મુમાં 41.3 ટકા વોટ શેર મળી શકે છે. જ્યારે પીડીપીને 4.4 ટકા વોટ શેર મળવાની ધારણા છે, જ્યારે અન્યને 17.9 ટકા વોટ મળવાની ધારણા છે.