July 2, 2024

જેલમાં રહી ચૂંટણી જીતનારા Amritpalની મુક્તિ માટે USમાં કોણે ઉઠાવ્યો અવાજ?

નવી દિલ્હી: ખાલિસ્તાની સમર્થક અને ‘વારિસ પંજાબ દે’ના વડા અમૃતપાલ સિંહ હવે સાંસદ બની ગયા છે. આ પછી તેમને જેલમાંથી બહાર આવવાની માગ તેજ થઈ ગઈ છે. અમૃતપાલની મુક્તિ માટે તેના પર દબાણ લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. અમેરિકાથી પણ આ માટે લોબિંગ થઈ રહ્યું છે. ભારતીય મૂળના અમેરિકન શીખ વકીલ જસપ્રીત સિંહે અમૃતપાલની મુક્તિ માટે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે વાત કરી છે.

જસપ્રીત સિંહનું કહેવું છે કે અમૃતપાલ સિંહની ધરપકડ યોગ્ય નથી. જસપ્રીત સિંહ તેની મુક્તિ માટે ભારત સરકાર પર દબાણ બનાવવાની તૈયારી કરી રહ્યો છે. આ માટે તેણે 100થી વધુ અમેરિકન કોંગ્રેસમેન સાથે જોડાવવાની યોજના બનાવી છે. જસપ્રીત સિંહે એક યુટ્યુબ વિડીયોમાં કહ્યું કે હું છેલ્લા બે-ત્રણ મહિનામાં બે વાર તેને (કમલા હેરિસ)ને મળ્યો છું.

અમૃતપાલ આસામની ડિબ્રુગઢ સેન્ટ્રલ જેલમાં બંધ છે
જસપ્રીતે કહ્યું કે મેં તેમની સાથે ઈમિગ્રેશનના મુદ્દે વાત કરી હતી. તેમણે મને તેમની ઓફિસ આવવા માટે એપોઇન્ટમેન્ટ આપી. હું તેને 11 જૂને મળીશ. અમૃતપાલ સિંહ હાલમાં આસામની ડિબ્રુગઢ સેન્ટ્રલ જેલમાં બંધ છે. તેઓ જેલમાંથી જ લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા. તેઓ પંજાબની ખદુર સાહિબ લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ બેઠક પર તેમણે કોંગ્રેસના કુલબીર સિંહને લગભગ બે લાખ મતોથી હરાવ્યા હતા.

આ પણ વાંચો: જમ્મુ હુમલાને લઈ મોટો ખુલાસો, POKમાં ત્રણ મહિના પહેલા રચવામાં આવ્યું હતું ષડયંત્ર

લોકસભા ચૂંટણીમાં અમૃતપાલની જંગી જીત
જસપ્રીતે કહ્યું કે અમૃતપાલે લોકસભા ચૂંટણીમાં જંગી જીત મેળવી હતી અને તેની ધરપકડ માનવાધિકાર પર ગંભીર સવાલો ઉભા કરે છે. જસપ્રીત સિંહ અમેરિકામાં વિવિધ શીખ સંગઠનોનું પ્રતિનિધિત્વ કરે છે. તેણે કહ્યું છે કે મેં અમૃતપાલ સિંહની મુક્તિ માટે 20 થી વધુ અમેરિકન નેતાઓ સાથે વાત કરી છે. બધાએ સમર્થન વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે આ અંગે ગંભીર ચર્ચા થવી જોઈએ.

અમૃતપાલ સિંહની 2023માં ધરપકડ કરવામાં આવી હતી
અમૃતપાલ સિંહની ગયા વર્ષે એપ્રિલમાં ધરપકડ કરવામાં આવી હતી. લગભગ એક મહિના સુધી ફરાર રહ્યા બાદ તેણે પંજાબના મોગામાં આત્મસમર્પણ કર્યું. આ પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. પંજાબ પોલીસે તેની સામે NSA હેઠળ કેસ નોંધ્યો હતો.