T20 વર્લ્ડ કપમાં ભારતને જીત અપાવનાર ખેલાડી કોણ ?
Indian Team: ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવીને T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી લીધો છે. ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓનું પ્રદર્શન જોરદાર રહ્યું હતું. બોલરોની સાથે ને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જસપ્રિત બુમરાહ અને અક્ષર પટેલે શાનદાર બોલિંગ કરી હતી. રોહિતની કપ્તાની હેઠળ તમામ ખેલાડીઓનું તમામ મેચમાં શાનદાર પ્રદર્શન રહ્યું હતું.
લોકોએ આ ખેલાડીને મત આપ્યો
T20 વર્લ્ડ કપમાં ભારતને જીત અપાવનાર સૌથી મોટો હીરો કોણ છે તેનો સવાલ ચોક્કસ તમને થતો હશે. જેમાં એક રિપોર્ટ અનુસાર રોહિત શર્માઃ 21.64%, જસપ્રીત બુમરાહઃ 45.97%, વિરાટ કોહલી: 23.89%, અક્ષર પટેલ: 7.65%, આ તમામને એટલા ટકા લોકોએ આપ્યા હતા. લોકોના મત અનુસાર જસપ્રીત બુમરાહ T20 વર્લ્ડ કપમાં ભારતને જીત અપાવનાર હીરો ગણાવ્યો હતો. રોહિત શર્માનું T20 વર્લ્ડ કપ 2024માં જોરદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. વર્તમાન T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. ટીમ ભારત માટે તેણે કુલ 257 રન બનાવ્યા હતા. જસપ્રીત બુમરાહે T20 વર્લ્ડ કપ 2024માં કુલ 15 વિકેટ લીધી હતી. તેણે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ પણ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો: T20 World Cup 2024માં અમેરિકાએ 2 મેચ જીતી છતાં પાકિસ્તાન કરતાં વધુ પૈસા મળ્યાં
સારું પ્રદર્શન કરી શક્યો ન હતો
વિરાટ કોહલીની વાત કરવામાં આવે તો આ વખતે કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ના હતો. ફોઈનલ મેચમાં તેણે 7 ઈનિંગ્સમાં માત્ર 75 રન બનાવ્યા હતા. ફાઇનલ મેચમાં અક્ષર પટેલે 46 રનની ઇનિંગ રમી હતી. આઈપીએલમાં વિરાટનું પ્રદર્શન જોરદાર જોવા મળ્યું હતું. પરંતુ આ વખતે T20 વર્લ્ડ કપમાં તે કંઈ ખાસ કરી શક્યો ના હતો.