December 28, 2024

કોણ છે તનુજા કંવર? જેને મહિલા એશિયા કપ 2024માં UAE સામે ડેબ્યૂ કરવાની મળી તક

Women’s Premier League 2024: તનુજા કંવરેએ આજના દિવસે દામ્બુલાના રંગિરી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે મહિલા એશિયા કપ 2024ની મેચમાં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. પાકિસ્તાન સામેની મેચમાં આંગળીમાં ઈજાના કારણે શ્રેયંકા ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.

સૌપ્રથમ ત્યારે ચર્ચામાં આવી
તમને જણાવી દઈએ કે તનુજા કંવર, શ્વેતા સેહરાવત, સાયકા ઈશાક અને મેઘના સિંહ રિઝર્વ ખેલાડીઓમાં રાખવામાં આવ્યા હતા. જેમાંથી તનુજા કંવરને ચાન્ચ આપવામાં આવે છે. તનુજા કંવર સૌપ્રથમ ત્યારે ચર્ચામાં આવી જ્યારે ગુજરાત જાયન્ટ્સે તેને WPLઓક્શનમાં રૂપિયા 50 લાખમાં ખરીદ્યી હતી. તેણે આઠ મેચમાં 2.43ના ઇકોનોમી રેટથી 18 વિકેટ લીધી હતી.ગુજરાત જાયન્ટ્સ માટે, કંવરે WPL 2023માં આઠ મેચ રમી હતીય. જ્યાં તેણે 8.85ના ઇકોનોમી રેટથી પાંચ વિકેટ લીધી હતી.

આ પણ વાંચો: આ ખેલાડીએ ઓલિમ્પિકમાં ભાગ લેવા પોતાની આંગળી કપાવી દીધી

WPL 2024માં સારું પ્રદર્શન કર્યું
તનુજા કંવર WPL 2024માં બેથ મૂનીની આગેવાની હેઠળની જાયન્ટ્સ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતી. તેણે આઠ મેચમાં 7.13ના ઈકોનોમી રેટથી 10 વિકેટ લીધી હતી. તેણીનું શ્રેષ્ઠ પ્રદર્શન 4-1-20-2 હતું, જે તેણીએ અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે મેગ લેનિંગની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સ સામે હાંસલ કર્યું હતું. આજના દિવસે તેને એશિયા કપ 2024ની મેચમાં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું.