ઓલિમ્પિક 2024માં ભારતને ત્રીજો મેડલ જીતાડનાર સ્વપ્નિલ કોણ છે?
Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક 2024માં શૂટિંગમાં ભારત માટે વધુ એક મેડલ જીત્યો છે. સ્વપ્નિલ કુસલેએ પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં 451.4ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. ઓલિમ્પિકના ઈતિહાસમાં સ્વપ્નિલ આ ઈવેન્ટમાં મેડલ જીતનાર ભારતનો પહેલો એથ્લેટ પણ બની ગયો છે. આ ઓલિમ્પિકમાં ભારતનો આ ત્રીજો મેડલ છે.
સ્વપ્નિલ માટે આ સફર હતી કપરી
પુણેના 28 વર્ષના સ્વપ્નિલ માટે અહીં પહોંચવાનો માર્ગ ખુબ જ કપરો હતો. તમને જણાવી દઈએ કે તે એક સમયે રેલવેમાં ટિકિટ કલેક્ટર તરીકે કામ કરી ચૂક્યો હતો. તેણે એમએસ ધોની પાસેથી પ્રેરણા લીધી હતી. તેના પિતા અને ભાઈ બંને શિક્ષક છે અને તેની માતા કાંબલવાડી ગામની સરપંચ છે. વર્ષ 2012થી તે આંતરરાષ્ટ્રીય શૂટિંગ ઈવેન્ટ્સમાં ભાગ લઈ રહ્યો છે. જો કે, તેને તેની કારકિર્દીની પ્રથમ ઓલિમ્પિક રમવા માટે તેને 12 વર્ષ સુધી રાહ જોવી પડી હતી. કુસલે કોલ્હાપુરમાં તેજસ્વિની સાવંતના માર્ગદર્શન હેઠળ પ્રેક્ટિસ કરે છે.
આ પણ વાંચો: મનિકા બત્રાએ ટેબલ ટેનિસમાં રચ્યો ઈતિહાસ, ઓલિમ્પિકના આ રાઉન્ડમાં પહોંચનાર પ્રથમ ભારતીય
ભારતનો આ ત્રીજો મેડલ છે.
ગેમ્સના મહાકુંભમાં ભારતે પ્રથમ વખત એક જ રમતમાં ત્રણ મેડલ પ્રાપ્ત કર્યા છે. મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં એ બાદ મનુ ભાકરે સરબજોત સિંહ સાથે મળીને 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં પણ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કક્યો હતો. અત્યારે ભારતને આ ઓલિમ્પિકમાં વધુ મેડલ મળવાની આશા છે. રમતગમતના સૌથી મોટા મહાકુંભ પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓ પણ છઠ્ઠા દિવસે ધૂમ મચાવી રહ્યા છે. જેમાં ભારતના બહાદુર માણસો શૂટિંગ, બેડમિન્ટન, બોક્સિંગ, તીરંદાજી, ગોલ્ફ, હોકી, સેલિંગ જેવી ઈવેન્ટ્સમાં ભાગ લઈ રહ્યા છે.