January 20, 2025

Stree 2માં ‘સરકટા’નું પાત્ર કોણે કર્યું છે?

Who is Sarkata of Stree 2: જ્યારથી સ્ત્રી 2 નું ટ્રેલર બહાર આવ્યું છે, ત્યારથી એક પાત્રને લઈને ખુબ ચર્ચા થઈ રહી છે. આ પાત્ર છે સરકટા. હવે લોકોને સવાલ થઈ રહ્યો છે કે આ સરકટા છે કોણ? આ સરકટાનું પાત્રમાં કોણ છે? ઘણા લોકો અંદાજો મારી રહ્યા છે કે તે અક્ષય કુમાર છે. આવો જાણીએ સ્ત્રી 2 માં સરકટાનું પાત્ર કોણે ભજવ્યું હતું?

સ્ત્રી 2 માં સરકટાનું પાત્ર કોણે ભજવ્યું હતું?
પ્રથમ સપ્તાહના અંતે આ ફિલ્મ રૂપિયા 200 કરોડનો આંકડો સરળતાથી પાર કરી જશે. લોકોને આ ફિલ્મ ખુબ જ પસંદ આવી રહી છે. પરંતુ આ ફિલ્મ જોયા બાદ તમામને સવાલ થઈ રહ્યો છે કે આ સરકટાનું પાત્ર કોણે કર્યું છે. પ્રથમ તો અક્ષયે ‘સ્ત્રી 2’માં સરકતાનો રોલ કર્યો ન હતો. ‘સ્ત્રી 2’માં ‘સરકટાનું’ પણ વિઝ્યુઅલ ઈફેક્ટ્સથી બનાવવામાં આવ્યું છે. ‘સરકટાની સ્ટોરી ઉત્તરાખંડના લેન્સડાઉનમાં એક લોકપ્રિય લોકકથા છે. આ વિસ્તારમાં માથા વગરના ભૂતની વાર્તા પેઢી દર પેઢી કહેવામાં આવે છે.

આ પણ વાંચો: નેશનલ એવોર્ડ જીતનાર સેલેબ્સને મળશે મોટી રકમ, જાણો કોને મળશે કેટલા રૂપિયા?

શું વરુણ ધવન સ્ત્રી 3 નો ભાગ બનશે?
સ્ત્રી 2 ના ક્લાઈમેક્સમાં વરુણ ધવન જોવા મળશે. આ સાથે અક્ષય કુમાર પણ સ્ત્રી 2માં જોવા મળ્યા છે. જેના કારણે એવું કહી શકાય કે આવનારા સમયમાં જો સ્ત્રી 3 આવશે તો ચોક્કસ આ બંને પાત્ર જોવા મળી શકે છે.