November 15, 2024

કોણ છે મયંક યાદવ? IPLમાં માત્ર આટલા લાખમાં ખરીદવામાં આવ્યો

IPL 2024: ગઈ કાલની મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સનો વિજય થયો હતો. પંરતુ આ મેચમાં સૌથી વધારે કોઈ ધ્યાનમાં આવ્યું હોય તો તે છે મયંક યાદવ. તેણે ગઈ કાલની મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો. ક્રિકેટ ચાહકોનું ધ્યાન તો તેણે ત્યારે ખેંચ્યું કે જયારે તેણે 155.8ની ઝડપે બોલ ફેંક્યો હતો. પરંતુ તમને થતું હશે કે કોણ છે મયંક યાદવ કે જેણે દરેકના દિલ જીતી લીધા.

ભારતને મળ્યો બોલર
ગઈ કાલની મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલર મયંક યાદવે IPL2024 માં પોતાની ડેબ્યૂ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં તેણે 3 વિકેટ 4 ઓવરમાં 27 રન બનાવ્યા હતા. પરંતુ વધારે તે પોતાની તોફાની બોલિંગના કારણે ચર્ચામાં રહે છે. મયંકે પહેલી ઓવર લીધી ત્યારે જ તેની બોલિંગના કારણે દરેકને ચોંકાવી દીધા હતા. તેણે પોતાની કારકિર્દીનો પ્રથમ બોલ 147.1kphની ઝડપે ફેંક્યો હતો. ત્યાર બાદ તેણે 4 ઓવરના સ્પેલમાં 150 કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપે 9 બોલ ફેંક્યા હતા. ખાસ અને ચોંકાવનારી વાત એ હતી કે તેનો સૌથી ધીમો બોલ 141 કિમી પ્રતિ કલાકનો હતો.

આ પણ વાંચો: વિરાટ કોહલીએ રિંકુ સિંહને બાળકની જેમ ચીડવ્યો, જુઓ વીડિયો

કોણ છે મયંક યાદવ?
મયંક યાદવનો જન્મ 17 જૂન 2002ના થયો હતો. તેઓ દિલ્હીના છે. તેણે ટ્રેનિંગ દિલ્હીની સોનેટ ક્લબમાંથી લીધી હતી. આ એજ જગ્યા છે કે જ્યાં શિખર ધવન, ઋષભ પંત અને આશિષ નેહરા પણ ટ્રેનિંગ લીધી હતી. તેના કરિયરની વાત કરવામાં આવે તેણે 10 ટી-20 મેચ, 17 લિસ્ટ-એ, એક ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. 10 T20 મેચમાં 12 વિકેટ તો 17 લિસ્ટ A મેચમાં 34 વિકેટ લીધી છે.

આટલી રકમ મળી
IPL 2022ની હરાજી દરમિયાન લખનૌ સુપર જાયન્ટ્સે મયંક યાદવને પોતાની ટીમમાં સમાવેશ કર્યો હતો. આ વખતની IPL 2024માં તેને માત્ર 20 લાખની રકમમાં ખરીદ્યો હતો. મયંક યાદવ ખુબ સામાન્ય પરિવારથી આવે છે. એક માહિતી અનુસાર કોરોના કાળમાં તેના પરિવારનો વ્યવસાય પડી ભાંગ્યો હતો. જેના કારણે તેની પરિસ્થિતિ વધુ ખરાબ થઈ હતી. તેનો એ દરમિયાન એવો સમય આવ્યો કે તેની પાસે સ્પાઇક્સ પણ ના હતા. પરંતુ તેની એકેડમીએ તેના માટે ખાસ સ્પાઇક્સ બનાવ્યા હતા. હવે આજ મયંક ભારતીય ક્રિકેટની નવી સેન્સેશન બની ગયો છે.